એક પાસો બે વાર નાખતા પ્રથમ ફેંકેલા પાસામાં $4, 5$ અથવા $6$ અને બીજા ફેંકેલા પાસામાં $1, 2, 3$ અથવા $4$ મળવાની સંભાવના કેટલી થાય ?
$1$
$1/3$
$7/36$
આપેલ પૈકી એક પણ નહિં.
શબ્દ $\mathrm {'ASSASSINATION'}$ માંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે એક સ્વર હોય તો પસંદ કરેલા અક્ષરની સંભાવના શોધો.
બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ $A, B$ અને $C$ નીચે આપેલ છે.
$A :$ પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.
$B:$ પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.
$C :$ પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો $5$ કે $5$ થી ઓછો છે.
નીચે આપેલ ઘટનાઓ વર્ણવો : $A$ અથવા $B$
સરખી રીતે ચીપેલાં $52$ પત્તાંની એક થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પતું ખેંચવામાં આવે છે. પતું ચોકટનું ન હોય તેની સંભાવના મેળવો
ત્રણ વિર્ધાર્થીં $A, B, C$ ને ગણિતનો દાખલો આપવામાં આવે છે તે ઉકેલવાની સંભાવના અનુક્રમે $1/2, 1/3$ અને $1/4$ છે તો દાખલો ઉકેલવાની સંભાવના કેટલી થાય ?
જો જન્મેલ બાળક છોકરો છે કે છોકરી તે ક્રમમાં જાણવામાં આપણી રુચિ હોય તો તેનો નિદર્શાવકાશ શું થશે ?