$A$ અને $B$ ને એક વર્ષમાં મૃત્યુ પામવાની સંભાવના અનુક્રમે $p$ અને $q$ છે. તો તે પૈકી માત્ર એક જ વર્ષના અંત સુધી જીવીત રહેવાની સંભાવના કેટલી થાય ?
$p + q$
$p + q - pq$
$p + q + pq$
$p + q - 2pq$
પાસાઓની જોડને ફેંકવામાં આવે, તો પ્રત્યેક પાસાં પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના .......... છે.
એક સમતોલ સિક્કાને ચાર-વાર ઉછાળવામાં આવે છે અને એક વ્યક્તિ પ્રત્યેક છાપ $(H)$ પર $Rs. 1$ જીતે છે અને પ્રત્યેક કાંટા $(T) $ પ૨ $Rs.1.50$ હારે છે. આ પ્રયોગનાં નિદર્શાવકાશ પરથી શોધો કે ચાર વાર સિક્કાને ઉછાળ્યા પછી તે કેટલી ૨કમ પ્રાપ્ત કરી શકે છે તથા આ પ્રત્યેક રકમની સંભાવના શોધો.
સચિન તેંડુલકર કોઈપણ $50$ ઓવરની એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં અયુગ્મ ક્રમાંકની ઓવર માં જ આઉટ થાય છે તેવી ધારણા કરવામાં આવે છે. તો તે મેચની નવમાં કે તેના ગુણાંક ક્રમાંકની ઓવરમાં આઉટ થાય તેની સંભાવના શોધો.
જો કોઈ ઘટના $A$ ની સંભાવના $\frac{2}{11}$ હોય, તો ઘટના $A-$ નહિ' ની સંભાવના શોધો.
એક પાસો ફેંકવામાં આવે છે. ધારો કે ઘટના $E$ “પાસા પર સંખ્યા $4$ દર્શાવે છે' અને ઘટના $F$ ‘પાસા પર યુગ્મ સંખ્યા દર્શાવે છે? શું $E$ અને $F$ પરસ્પર નિવારક છે ?