ધારો કે $\quad S =\left\{ M =\left[ a _{ ij }\right], a _{ ij } \in\{0,1,2\}, 1 \leq i , j \leq 2\right\}$ એક નિદર્શાવકાશ છે અને $A=\{M \in S: ~ M$ વ્યસ્ત સંપન્ન છે $\}$ એક ઘટના છે. તો $P(A)=........$
$\frac{50}{81}$
$\frac{47}{81}$
$\frac{49}{81}$
$\frac{16}{27}$
ગણ $S$ માં $7$ ઘટકો છે . ગણ $A$ એ $S$ નો અરિક્ત ઉપગણ છે અને તો ગણ $S$ નો કોઈ એક ઘટક $x$ ને યાર્દચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે તો $x \in A$ હોય તેની સંભાવના મેળવો.
ત્રણ વ્યક્તિઓને માટે ત્રણ પત્ર લખાઈ ગયા છે અને દરેક માટે સરનામું લખેલ એક પરબીડિયાં છે. પત્રોને યાદચ્છિક રીતે પરબીડિયામાં મૂક્યા છે. પ્રત્યેક પરબીડિયામાં એક જ પત્ર છે. ઓછામાં ઓછો એક પત્ર પોતાના સાચા પરબીડિયામાં મૂકાયો છે તેની સંભાવના શોધો.
એક સિક્કાને ત્રણવાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાઓનો વિચાર કરો :
$A :$ ‘કોઈ છાપ મળતી નથી,
$B :$ ‘એક જ છાપ મળે છે અને
$C:$ “ઓછામાં ઓછી બે છાપ મળે છે”.
શું આ પરસ્પર નિવારક અને નિઃશેષ ઘટનાઓનો ગણ છે ?
ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો.
એક પણ કાંટો નહિ.
ધારો કે અન્ય $JEE$ ની પરીક્ષા ન આપે તેની સંભાવના $p=\frac{2}{7}$ છે, જ્યારે અજય અને વિજ્ય બંને પરિક્ષા આપે તેની સંભાવના $\mathrm{q}=\frac{1}{5}$ છે. તો અજય પરિક્ષા આપે અને વિજ્ય પરિક્ષા ન આપે તેની સંભાવના ....................છે.