પાંચ છોકરા અને ત્રણ છોકરીઓ યાર્દચ્છિક રીતે હારમાં બેઠા છે. બધીજ છોકરીઓ ક્રમિક આવે સંભાવના કેટલી થાય ?
$1/56$
$1/8$
$3/28$
આપેલ પૈકી એક પણ નહિં
જો શ્રીમાન $A$ ને છ બાળકો છે અને ઓછામા ઓછી એક છોકરી હોય તો શ્રીમાન $A$ ને $3$ છોકરાઓ અને $3$ છોકરીઓ હોય તેની સંભાવના મેળવો.
$3$ હોટેલો $x, y$ અને $z$ ધરાવતા એક શહેરમા વીસ લોકો પહોચે છે જો દરેક વકિત આ હોટેલોમાંથી કોઇ એક હોટેલ પસંદ કરે તો તેમાંથી ઓછામા ઓછા બે લોકો હોટેલ $x$, ઓછામા ઓછા $1$ વ્યકિત $y$ અને ઓછામા ઓછા $1$ વ્યકિત $z$ મા જાય તેની સંભાવના મેળવો. ( દરેક હોટેલની ક્ષમતા $20$ મહેમાનો કરતા વધારે છે )
એક થેલામાં $5$ સફેદ, $7$ કાળા અને $4$ લાલ દડા છે. થેલામાંથી યાર્દચ્છિક રીતે ત્રણ દડા પસંદ કરતાં બધા જ ત્રણ દડા સફેદ રંગ હોવાની સંભાવના કેટલી થાય ?
જો એક પાસાને ત્રણ વખત ફેકવામાં આવે તો દર વખતે પાસા પરનો અંક છેલ્લે મળે અંક કરતાં વધારે જ આવે તેની સંભાવના મેળવો.
એક નોકરી માટે $5$ સ્ત્રી અને $8$ પુરુષો એમ કુલ $13$ વ્યક્તિઓએ અરજી કરી છે. આ $13$ વ્યક્તિઓમાંથી $2$ વ્યક્તિ પસંદ કરવાની છે. તેમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ સ્ત્રી હોય તેની સંભાવના.