બે પાસાને એક વાર ફેંકતા બંને પાસાપરના અંકોનો સરવાળો $7$ થવાની પ્રતિકૂળ સંભાવના પ્રમાણ શોધો.
$5 : 1$
$2 : 3$
$4 : 1$
$1 : 2$
એક પાસો ફેંકવામાં આવે છે. નીચે આપેલ ઘટનાઓનું વર્ણન કરો : $A :$ સંખ્યા $7$ કરતાં નાની છે. $B :$ સંખ્યા $7$ કરતાં મોટી છે. $A \cap B$ શોધો
ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો.
વધુમાં વધુ બે કાંટા મળે.
બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ $A, B$ અને $C$ નીચે આપેલ છે.
$A :$ પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.
$B:$ પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.
$C :$ પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો $5$ કે $5$ થી ઓછો છે.
નીચે આપેલ ઘટનાઓ વર્ણવો : $A$ પરંતુ $B$ નહિ
એક પ્રત્યનમાં ઘટના $A$ બને તેની સંભાવના $0.4$ છે,તો ઘટના $A$ ત્રણ સ્વતંત્ર પ્રત્યનમાં ઓછામાં ઓછી એક વખત બને તેની સંભાવના મેળવા
સચિન તેંડુલકર કોઈપણ $50$ ઓવરની એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં અયુગ્મ ક્રમાંકની ઓવર માં જ આઉટ થાય છે તેવી ધારણા કરવામાં આવે છે. તો તે મેચની નવમાં કે તેના ગુણાંક ક્રમાંકની ઓવરમાં આઉટ થાય તેની સંભાવના શોધો.