$100W$ બલ્બ દ્વારા $540\ nm$ તરંગલંબાઈવાળા ઉત્સર્જાતા કિરણોની સંખ્યા પ્રતિ સેકન્ડ શોધો ? $(h = 6 \times 10^{-34}\ J - s)$
$100$
$1000$
$3 \times 10^{20}$
$3 \times 10^{18d}$
લેસર વડે $6.0 \times 10^{14} \;Hz$ આવૃત્તિનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જાયેલ પાવર $2.0 \times 10^{-3} \;W$ છે. $(a)$ પ્રકાશની કિરણાવલિ (beam) માં રહેલા ફોટોનની ઊર્જા કેટલી હશે ? $(b)$ ઊર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે એક સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જાતા હશે ?
ધાતુના કાર્ય વિધેય કરતાં પાંચ અને દસ ગણી ઊર્જા ધરાવતા ફોટોનનાં બે શેરડા (પૂંજ)ને ધાતુની સપાટી ઉપર વારાફરતી આપાત કરવામાં આવે છે. બે કિસ્સાઓમાં ઉત્સર્જતા ફોટો ઈલેકટ્રોનના મહત્તમ વેગોનો ગુણોત્તર $..........$ થશે.
પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઈડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે, જે તેને $n=4$ સ્તર સુધી ઉત્તેજિત કરે છે. આ ફોટોનની આવૃત્તિ અને તરંગલંબાઈ શોધો.
$200\;W$ નો સોડિયમ સ્ટ્રીટ લેમ્પ $0.6 \mu m$ તરંગલંબાઈનો પીળો પ્રકાશ ઉત્પન કરે છે. વિદ્યુતઊર્જાનું આ લેમ્પ $50\%$ ક્ષમતાથી પ્રકાશઊર્જામાં રૂપાંતર કરતો હોય, તો તેમાંથી એક સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા કેટલી હશે?
$100$ વોટના લાલ પ્રકાશના ઉદ્દગમ વડે એક સેકન્ડમાં ઉત્સર્જતા ફોટોનની સંખ્યા શોધો. ધારો કે સરળતા માટે પ્રત્યેક ફોટોનની સરેરાશ તરંગલંબાઈ $694\, nm$ છે.