લેસર વડે $6.0 \times 10^{14} \;Hz$ આવૃત્તિનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જાયેલ પાવર $2.0 \times 10^{-3} \;W$ છે. $(a)$ પ્રકાશની કિરણાવલિ (beam) માં રહેલા ફોટોનની ઊર્જા કેટલી હશે ? $(b)$ ઊર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે એક સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જાતા હશે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(a)$ દરેક ફોટોનની ઊર્જા

$E = hv = (6.63 \times 10^{-34}\,Js) (6.0 \times 10^{14}\, Hz)$

$= 3.98 \times 10^{-19}\,J$

$(b)$ જો ઉદ્રગમમાંથી એક સેકન્ડ દીઠ $N $ સંખ્યાના ફોટોન ઉત્સર્જિત થતા હોય, તો કિરણાવલિમાંથી પસાર થતો પાવર; ફોટોન દીઠ ઊર્જા $E$ ના $N$ ગણો, જેથી $P=N E$ . આથી,

$N = \frac{P}{E} = \frac{{2.0 \times {{10}^{ - 3}}\,W}}{{3.98 \times {{10}^{ - 19}}\,J}}$

$= 5.0 \times 10^{15}$ ફોટોન/સેકન્ડ

Similar Questions

એક બિંદુવત્ત ઉદગમ ઉગમબિંદુ આગળ $16 \times 10^{-8} \mathrm{Wm}^{-2}$ ની તીવ્રતાથી ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. ઉગમબિંદુથી અનુકુમે $2 m$ અને $4 m$ અંતરે રહેલા બિંદુંઓ આગળ તીવ્રતાનો તફાવત (ફક્ત માનાંક)_______$\times 10^{-8} \mathrm{Wm}^{-2}$છે.

  • [JEE MAIN 2024]

ફોટોસેલ.....

એક ઉદ્‍ગમ $S_1$, પ્રતિ સેકન્ડે $5000\;\mathring A$ તરંગલંબાઈના $10^{15}$ ફોટોન ઉત્સર્જે છે. બીજો ઉદ્‍ગમ $S_2$ પ્રતિ સેકન્ડે $5100\;\mathring A$ તરંગલંબાઈના $1.02 \times 10^{15}$ ફોટોન ઉત્સર્જે છે. ($S_2$ ઉદ્‍ગમનો પાવર)/($S_1$ ઉદ્‍ગમનો પાવર કોને બરાબર થાય?

  • [AIPMT 2010]

ધાતુના કાર્ય વિધેય કરતાં પાંચ અને દસ ગણી ઊર્જા ધરાવતા ફોટોનનાં બે શેરડા (પૂંજ)ને ધાતુની સપાટી ઉપર વારાફરતી આપાત કરવામાં આવે છે. બે કિસ્સાઓમાં ઉત્સર્જતા ફોટો ઈલેકટ્રોનના મહત્તમ વેગોનો ગુણોત્તર $..........$ થશે.

  • [JEE MAIN 2022]

જયારે એકરંગી પ્રકાશ ફોટોસંવેદી સપાટી પર આપાત થાય, ત્યારે સપાટીમાંથી દર સેકંડે ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રોનની સંખ્યા n અને મહત્તમ ગતિઊર્જા $K_{max}$ છે. જો આપાત પ્રકાશની તાવ્રતા બમણી કરવામાં આવે, તો....