ધાતુના કાર્ય વિધેય કરતાં પાંચ અને દસ ગણી ઊર્જા ધરાવતા ફોટોનનાં બે શેરડા (પૂંજ)ને ધાતુની સપાટી ઉપર વારાફરતી આપાત કરવામાં આવે છે. બે કિસ્સાઓમાં ઉત્સર્જતા ફોટો ઈલેકટ્રોનના મહત્તમ વેગોનો ગુણોત્તર $..........$ થશે.
$1: 2$
$1: 3$
$2: 3$
$3: 2$
જો મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ $c$ હોય તો, નીચે આપેલામાંથી ફોટોન માટેનાં સાચાં વિધાનો. . . . . . . . .છે.
$A$. ફોટોનની ઊર્જા $E=h v$ છે.
$B$. ફોટોનનો વેગ $c$ છે.
$C$. ફોટોનનું વેગમાન $p=\frac{h v}{c}$ છે.
$D$. ફોટોન-ઈલેક્ટ્રોન સંધાતમાં, ક્લ ઊર્જા અને કુલ વેગમાન બંનેનું સંરક્ષણ થાય છે.
$E$. ફોટોન ધન વિદ્યુતભાર ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર ૫સંદ કરો.
ફોટોસેલ પર $\lambda $ તરંગલંબાઈ આપાત કરતાં ફોટો -ઇલેકટ્રોનની મહત્તમ ઝડપ $v$ મળે છે. જો હવે આ તરંગલંબાઈ બદલીને $\frac{{3\lambda }}{4}$ કરવામાં આવે તો ફોટો ઇલેકટ્રોનની મહત્તમ ઝડપ કેટલી થાય?
$6600 \,\mathring A$ તરંગલંબાઈનાં એકવર્ણીય પ્રકાશનાં $24\, W$ ઉદગમ વડે પ્રતિસેકન્ડ ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. ફોટોઇલેક્ટ્રિક અસરની કાર્ય ક્ષમતા $3 \,\%$ ધારો ( $h=6.6 \times 10^{-}{ }^{34}\, Js$ લો.)
જેમના ફોટોનની ઊર્જા અનુક્રમે $3.8 \,eV$ અને $1.4\, eV$ હોય તેવી બે જુદી જુદી આવૃતિના બનેલા પ્રકાશને જેનું કાર્યવિધેય $0.6 \,eV$ હોય તેવી ધાતુની સપાટી ઉપર ક્રમશ આપાત કરવામાં આવે છે. ઉત્સર્જાતા ઈલેકટ્રોન્સની મહત્તમ ઝડપોનો ગુણોત્તર...... હશે
પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઈડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે, જે તેને $n=4$ સ્તર સુધી ઉત્તેજિત કરે છે. આ ફોટોનની આવૃત્તિ અને તરંગલંબાઈ શોધો.