સૂર્ય દ્રારા પૃથ્વીની સપાટી પર આવતી વિકિરણ ઊર્જા $2\ cal/cm^2 . min$ છે. જો સૂર્યના વિકિરણની સરેરાશ તરંગલંબાઈ $5500\ \mathring A $ હોય, તો પૃથ્વીની સપાટી પર દર મિનિટે $1\ cm^2$ ના ક્ષેત્રફળવાળી સપાટી પર આપાત ફોટોન્સની સંખ્યા ............ $(h = 6.6 \times 10^{-34}\ Js, 1\ cal = 4.2\ J )$

  • A
    $1.5 \times 10^{13}$
  • B
    $2.9  \times 10^{13}$
  • C
    $2.3 \times 10^{19}$
  • D
    $1.75 \times 10^{19}$

Similar Questions

કોઈ અવકાશયાન માં એક દિવસ એ પૃથ્વી પરના બે દિવસ જેટલો છે. પૃથ્વીની સાપેક્ષે અવકાશયાન ની ઝડપ કેટલી હશે?

ફોટોનનું વેગમાન $2 \times {10^{ - 16}}gm-cm/sec $ હોય,તો ઊર્જા કેટલી થાય?

$5000\ \mathring A $ તરંગ લંબાઈનો અને $4.68\ mW/ \ cm^2$ એની તીવ્રતાનો એક પ્રકાશ એ પ્રકાશ સંવેદી સપાટી પર આપાત થાય છે. જો માત્ર $5\%$ અનો આપાત ફોટોન ફોટો ઈલેક્ટ્રોન ઉત્પન્ન કરે તો એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્સર્જન પામતા ઈલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય?

$(a)$ શૂન્યાવકાશિત નળીમાં તપાવેલા ઉત્સર્જક પરથી ઉત્સર્જાયેલા અને ઉત્સર્જકની સાપેક્ષે $500\, V$ સ્થિતિમાનના તફાવતે રહેલા કલેક્ટર પર આપાત થતા ઈલેક્ટ્રોનની ઝડપ શોધો. ઈલેક્ટ્રૉનની પ્રારંભિક અલ્પ ઝડપ અવગણો. ઈલેક્ટ્રૉનનો વિશિષ્ટ વિદ્યુતભાર એટલે કે તેના $e/m$ નું મૂલ્ય $1.76 \times 10^{11}\,C\,kg^{-1}$ આપેલ છે.

$(b)$ $(a)$ માં તમે ઉપયોગ કરેલા સમીકરણ પરથી $10\, MV$ જેટલા કલેક્ટર સ્થિતિમાન માટે ઈલેક્ટ્રૉનની ઝડપ શોધો. તમને શું ખોટું જણાય છે ? આ સૂત્રમાં કયો સુધારો કરવો જોઈએ?

$100$ વોટના લાલ પ્રકાશના ઉદ્દગમ વડે એક સેકન્ડમાં ઉત્સર્જતા ફોટોનની સંખ્યા શોધો. ધારો કે સરળતા માટે પ્રત્યેક ફોટોનની સરેરાશ તરંગલંબાઈ $694\, nm$ છે.