એક ફોટોન વડે સમાન ગતિઊર્જાવાળા ઈલેકટ્રૉન-પ્રોઝીટ્રૉન જોડકાંનું નિર્માણ થાય છે. જો દરેક કણની ગતિઊર્જા $0.29\ MeV$ હોય, તો ફોટોનની ઊર્જા .......... $MeV$ હોવી જોઈએ.
લેસર વડે $6.0 \times 10^{14} \;Hz$ આવૃત્તિનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જાયેલ પાવર $2.0 \times 10^{-3} \;W$ છે. $(a)$ પ્રકાશની કિરણાવલિ (beam) માં રહેલા ફોટોનની ઊર્જા કેટલી હશે ? $(b)$ ઊર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે એક સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જાતા હશે ?
એક પ્રયોગમાં ફોટોઈલેક્ટ્રીક કટ-ઓફ વોલ્ટેજ $1.5\, V$ છે. ઉત્સર્જાયેલા ફોટો ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા કેટલી હશે?