- Home
- Standard 12
- Physics
11.Dual Nature of Radiation and matter
easy
જયારે એકરંગી પ્રકાશ ફોટોસંવેદી સપાટી પર આપાત થાય, ત્યારે સપાટીમાંથી દર સેકંડે ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રોનની સંખ્યા n અને મહત્તમ ગતિઊર્જા $K_{max}$ છે. જો આપાત પ્રકાશની તાવ્રતા બમણી કરવામાં આવે, તો....
A
$n$ અને $K_{max}$ બંન્ને બમણા થશે.
B
$n$ અને બંન્ને $K_{max}$ અડધા થશે.
C
$n$ નું મૂલ્ય બમણું થશે, પરંતુ $K_{max}$ નું મૂલ્ય એ જ રહેશે.
D
$K_{max}$ નું મૂલ્ય બમણું થશે, પરંતુ $n$ નું મૂલ્ય એ જ રહેશે.
Solution
ફોટોઇલેક્ટ્રિક અસરમાં દર સેકંડે ઉત્સર્જાતા ફોટોઇલેકટ્રૉનની સંખ્યા એટલે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ, જે આપાત પ્રકાશની તીવ્રતા પર આધારિત હોવાથી, તીવ્રતા બમણી કરવામાં આવે, તો $n$ નું મૂલ્ય બમણું થાય પરંતુ ફોટોઇલેક્ટ્રૉનની મહત્તમ ગતિઊર્જા $K_{max}$ એ માત્ર આવૃત્તિ પર આધાર રાખે છે, તીવ્રતા પર નહીં. આથી $K_{max}$ નું મૂલ્ય એ જ રહેશે.
Standard 12
Physics
Similar Questions
medium