$M $ દળ ધરાવતી થેલી દોરી વડે લટકાવેલ છે. $m$  દળની ગોળી $v$ વેગથી થેલીમાં ધૂસીને સ્થિર થઇ જાય છે.તો તંત્રનું

  • A

    વેગમાન $\frac{{mvM}}{{M + m}}$

  • B

    ગતિઊર્જા $\frac{{m{V^2}}}{2}$

  • C

    વેગમાન $\frac{{mv\,(M + m)}}{M}$

  • D

    ગતિઊર્જા $\frac{{{m^2}{V^2}}}{{2(M + m)}}$

Similar Questions

આકૃતિમાં વક્રસપાટી દર્શાવી છે. તેમાં $BCD$ ભાગ ઘર્ષણરહિત છે. સમાન ત્રિજ્યા અને સમાન દળ ધરાવતાં ત્રણ બોલ છે. વક્ર પર $C$ બિંદુ આગળની ઊંચાઈ $A$ બિંદુથી ઓછી છે. $A$ બિંદુથી એક પછી એક બોલને સ્થિર સ્થિતિમાંથી વારા ફરતી છોડવામાં આવે છે. $AB$ સપાટી પર બોલ $(1)$ ને પૂરતું ઘર્ષણ લાગે છે જેનાં કારણે સરક્યા સિવાય ગબડે છે. બોલ $(2)$ ઓછું ઘર્ષણ અને બોલ $(3)$ને અવગણ્ય ઘર્ષણ લાગે છે, તો નીચેના જવાબો મેળવો.

$(a)$ કયા બોલ માટે કુલ યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ થશે ?

$(b)$ કયા બોલ બિંદુ $D$ સુધી પહોંચી શકશે ?

$(c)$ કયા બોલ બિંદુ $D$ સુધી પહોંચી શકશે નહીં ? કયા બોલ $A$ બિંદુએ પરત આવશે ?

એક કણ $x = 0$  થી $x = x_1$  સુધી $F = Cx$  બળની અસર હેઠળ ગતિ કરે છે. આ પ્રક્રિયામાં થતું કાર્ય શોધો.

નીચેના વિધાનો ખરા છે કે ખોટાં તે જણાવો :

$(a)$ જો $\overrightarrow P \,.\,\overrightarrow Q \, = \,0$ હોય તો $\overrightarrow P \,$ અને $\overrightarrow Q \,$ વચ્ચેનો ખૂણો $0^o$ હોય.

$(b)$ જો સંઘાત બાદ બે પદાર્થો ચોંટી જાય તો તેવાં સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહે છે.

$(c)$  એક ભારે અને એક હલકા પદાર્થને સમાન સપાટી પર સરખું બળ લગાડતાં ભારે પદાર્થ પર બળ વડે વધુ કાર્ય થાય.

$15 kg$ દળ ધરાવતા સ્થિર પદાર્થ પર $5N $ નું બળ ગાલે છે તો ગતિના પ્રથમ સેકન્ડ દરમ્યાન થતું કાર્ય ....

જવાબ આપો :

$(a)$ રોકેટનું અસ્તર $(Casing)$ ઉડાણ દરમિયાન ઘર્ષણના કારણે સળગી ઊઠે છે. કોના ભોગે સળગવા માટે જરૂરી ઉષ્માઊર્જા મળે છે ? રૉકેટ કે વાતાવરણના

$(b)$ સૂર્યની આસપાસ ધૂમકેતુઓ અતિ દીર્ઘવૃત્તીય $(Highly\, Elliptical)$ કક્ષામાં ઘૂમે છે. સામાન્ય રીતે સૂર્યના કારણે ધૂમકેતુ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ લંબરૂપે લાગતું નથી. તેમ છતાં ધૂમકેતુની સંપૂર્ણ ભ્રમણકક્ષા દરમિયાન તેના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય શૂન્ય હોય છે. શા માટે ?

$(c)$ પૃથ્વીની આજુબાજુ પાતળા વાતાવરણમાં ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ, વાતાવરણના અવરોધને કારણે તેની ઊર્જા ક્રમશઃ ગુમાવે છે, ભલે તે સૂક્ષ્મ પ્રમાણમાં હોય. તેમ છતાં તે જેમ પૃથ્વીની નજીક અને નજીક આવતો જાય તેમ તેની ઝડપ શા માટે ક્રમશઃ વધતી જાય છે ?

$(d)$ આકૃતિ $(i)$ માં, એક માણસ તેના હાથોમાં $15 \,kg$ દળ ઊંચકીને $2\, m$ જેટલું ચાલે છે. આકૃતિ  $(ii)$ માં, તે આટલું જ અંતર દોરડું ખેંચતા ખેંચતા ચાલે છે. દોરડું ગરગડી પરથી પસાર થઈને તેના બીજા છેડે $15 \,kg$ જેટલું દળ લટકાવેલ છે. કયા કિસ્સામાં વધુ કાર્ય થયું હશે ?