વિદ્યુતસ્થિતિમાન $V = 4x^2\ volt.$ છે.તો $(1m, 0, 2m)$ બિંદુ પર વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?
$8 ,-X\ -axis$
$8 ,+ X\ -axis$
$16 ,-X\ -axis$
$16 ,+Z\ -axis$
નીયત સ્ટેન્ડ પરથી $L$ લંબાઈની બે સમાન અવાહક દોરીઓની મદદથી ઋણ $Q$ વિદ્યુતભાર વાળા બે સૂક્ષ્મ બોલ ને મુક્ત રીતે લટકાવેલ છે. આ સંપૂર્ણ વ્યવસ્થાને જ્યાં ગુરૂત્વાકર્ષણ ન હોય તેવા અવકાશમાં ઉપગ્રહની અંદરની બાજુએ મૂકેલ છે. (વજન રહિત અવસ્થા) દોરીઓ વચ્ચેનો ખૂણો......... અને પ્રત્યેક દોરીમાં ઉદભવતું તણાવ........ ન્યૂટન છે.
ત્રણ સમકેન્દ્રિય કવચની ત્રિજયાઓ અનુક્રમે $a, b$ અને $c$ છે $( a < b < c )$ અને તેમની પૃષ્ઠવિધુતભાર ઘનતા અનુક્રમે $\sigma$, $-\sigma$ અને $\sigma$ છે. જો આ કવચની સપાટીઓ પરનાં વિધુતસ્થિતિમાન અનુક્રમે $V_A$, $V_B$ અને $V_C$ હોય, તો $C = a + b$ માટે......
સમાંતર પ્લેટ કેપેસિટરમાં ઊર્જા ઘનતા $1.8 \times 10^{-9}\, J/m^3$ તરીકે આપવામાં આવે તો પ્લેટો વચ્ચેના પ્રદેશમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ....... $NC^{-1}$ છે. ($\epsilon = 9 \times 10^{-12}$)
વિદ્યુતભાર $Q$ અને $-3Q$ અમુક અંતરે મૂકેલા છે,$Q$ પર વિદ્યુતક્ષેત્ર $E$ હોય,તો $-3Q$ પર વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?
$10^{-6}\, kg$ દળના પાણીની ટીપા પરનો વિદ્યુતભાર $(-10^{-6})\,C$ છે. ટીપા પર કેટલી માત્રાનું વિદ્યુતક્ષેત્ર લાગુ પાડવામાં આવે કે જેથી તે તેના વજન સાથે સંતુલિત અવસ્થામાં હોય.