$ABC$ એ સમબાજુ ત્રિકોણ છે, જેનું કેન્દ્ર $O$ છે. $\vec{F}_{1}, \vec{F}_{2}$ અને $\vec{F}_{3}$ એ અનુક્રમે $AB, BC$ અને $AC$ બાજુ પર લાગતાં બળો છે. જો $O$ ને અનુલક્ષીને કુલ ટોર્ક શૂન્ય હોય, તો $\vec{F}_{3}$ નું મૂલ્ય કેટલું હશે?
$({F_1} + {F_2})/2$
$2\,({F_1} + {F_2})$
$({F_1} + {F_2})$
$({F_1} - {F_2})$
$200\, cm$ લંબાઈ અને $500\, g$ દળ ધરાવતા એકસમાન સળિયાને $40\, cm$ નિશાન આગળથી ફાચર $(wedge)$ પર સંતુલિત કરવામાં આવેલ છે. $2\, kg$ ના દળને સળિયાથી $20\, cm$ અંતરે અને બીજા અજ્ઞાત દળ $m$ ને સળિયાથી $160\, cm$ નિશાની આગળથી લટકાવવામાં આવેલ છે, આકૃત્તિ જુઓ. $m$ નું એવું મૂલ્ય શોધો કે જેથી સળિયો સંતુલન સ્થિતિમાં રહે. $\left({g}=10\; m/{s}^{2}\right)$
તંત્રના સંતુલન માટે, $m$ દળનું મૂલ્ય .............. $kg$ થાય?
$5$ મી ત્રિજ્યા ધરાવતી તકતી $10\, rad / sec$ની કોણીય ઝડપથી કરે છે, $2\, kg$ના બ્લોકને તકતી પર મૂકવામાં આવતા બહાર ફેંકાઈ નહીં તે માટે અક્ષથી અંતર શોધો. બ્લોક અને તકતી વચ્ચેનો ઘર્ષણાંક $\mu_{ k }=0.4$ છે.(સેમી માં)
એક નિયમિત સળિયો $AB$ ની લંબાઇ $l$ અને દળ $m$ છે, તે બિંદુ $A$ ને અનુલક્ષીને ભ્રમણ કરે છે. સ્થિર સળિયાને સમક્ષિતિજ સ્થિતિમાંથી મુકત કરવામાં આવે છે. બિંદુ $A$ ને અનુલક્ષીને સળિયાની જડત્વની ચાકમાત્રા $ml^2/3 $ હોય, તો સળિયાનો પ્રારંભિક કોણીય પ્રવેગ કેટલો થશે?
એક મીટર-પટ્ટી તેના મધે છરીની ધાર પર સંતુલિત છે. જ્યારે એવા બે સિક્કા કે જે દરેકનું દળ $5\; g$ છે તેમને $12.0 \;cm$ ના નિશાન પર એકબીજાની ઉપર મૂકવામાં આવે છે, ત્યારે આ પટ્ટી $45.0\; cm$ પર સંતુલિત થાય છે. આ મીટર-પટ્ટીનું દળ શું હશે ?