એક દડો $\rho $ ઘનતાનાં એક દ્રવ્યમાંથી બનાવેલો છે. જ્યાં $\rho_{oil} < \rho < \rho_{water}$ જ્યાં $\rho_{oil}$ અને $\rho_{water}$ અનુક્રમે તેલ અને પાણીની ઘનતાઓ દર્શાવે છે. તેલ અને પાણીનાં મિશ્રણમાં સમતોલનની સ્થિતિમાં હોય તો, નીચેનામાંથી કયું ચિત્ર તેની સમતોલનની સ્થિતિ દર્શાવે છે?
લોખંડનો ટુકડો પાણીમાં ડૂબી જાય છે. જ્યારે લોખંડમાંથી બનેલી સ્ટીમર પાણીમાં તરે છે. સમજાવો.
એક પાત્રમાં પારો ($\rho =13.6\; g cm^{-3}$) અને તેલ ($\rho =0.8 \;g cm^{-3}$) ભરેલા છે.એક ગોળો તેના અડઘું કદ પારામાં અને અડઘું કદ તેલમાં રહે તે રીતે તરે છે. તો ગોળાના દ્રવ્યની ઘનતા $g cm^{-3}$ માં કેટલી હશે?
વિધાન : સ્થિર પાણીની સપાટી પર પાતળી સ્ટીલની સોય તરી શકે.
કારણ : જ્યારે ઉત્પ્લાવક બળ વજનને સમતોલીત કરે ત્યારે કોઈ પણ પદાર્થ તરી શકે.
એક બરફનો બ્લોક એ એવા પ્રવાહીમાં તરે છે જેની ઘનતા પાણી કરતા ઓછી છે. બ્લોકનો અમુક ભાગ પ્રવાહીની બહાર રહે છે, જ્યારે તે પુરેપુરો પીગળી જાય, તો પ્રવાહીનું લેવલ
લંબાઇ $ M$ દળ ધરાવતા અને $A$ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સમાન નળાકારને તેની લંબાઇ શિરોલંબ દિશામાં રહે તેમ દળરહિત સ્પ્રિંગ વડે નિયત બિંદુ આગળ $\sigma $ જેટલી ઘનતા ધરાવતા પ્રવાહીમાં અડધો ડૂબે તેમ લટકાવવામાં આવે છે,અત્રે નળાકાર સમતોલન સ્થિતિમાં છે.નળાકારની સમતોલન સ્થિતિમાં થતો સ્પ્રિંગની લંબાઇમાં વધારો $x_0$ = ________ થશે.