$m = 0.1\,kg$ દળ નો એક બ્લોક અજ્ઞાત સ્પ્રિંગ અચળાંક $k$ ધરાવતી એક સ્પ્રિંગ સાથે જોડેલી છે. જેને તેની સમતોલ અવસ્થામાથી $x$ અંતર જેટલી દબાવેલી છે. સમતોલન સ્થિતિ ના અડધા અંતરે $(\frac {x}{2})$ પહોચ્યાં બાદ, તે બીજા બ્લોક સાથે અથડાઇ ને સ્થિર થાય છે, જ્યારે બીજો બ્લોક $3\,ms^{-1}$ વેગ થી ગતિ કરે છે. તો સ્પ્રિંગ ની પ્રારંભિક ઉર્જા કેટલા ................ $\mathrm{J}$ હશે?

  • [JEE MAIN 2015]
  • A

    $0.3$

  • B

    $0.6$

  • C

    $0.8$

  • D

    $1.5$

Similar Questions

બે સમાન દળ $m$ ધરાવતા બ્લોક $A$ અને $B$ સમક્ષિતિજ સપાટી પર $L$ લંબાઈ અને $K$ બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગથી જોડેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ત્રીજો $m$ દળનો બ્લોક $C$ એ $v$ વેગથી $A$ ને અથડાય છે. તો સ્પ્રિંગનું મહતમ સંકોચન કેટલું થાય?

  • [JEE MAIN 2021]

સ્પ્રિંગ બળ સંરક્ષી છે કે અસંરક્ષી છે ?

શરૂઆતમાં સ્પ્રિંગ મૂળ સ્થિતિમાં અને બન્ને બ્લોક સ્થિર છે. બળ લગાડતાં સ્પ્રિંગનો લંબાઈમાં મહતમ કેટલો વધારો થશે? ( $k=20 N / M$ )

  • [AIIMS 2019]

$K_{A}$ અને $K_{B}\;(K_{A}=2 K_{B})$ બળ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગ $A$ અને $B$ ને સમાન મૂલ્યના બળ વડે ખેંચવામાં આવે છે. જો $A$ માં સંગ્રહિત થતી ઊર્જા $E_{A}$ હોય, તો $B$ માં સંગ્રહિત થતી ઊર્જા કેટલી હશે?

  • [AIPMT 2001]

$0.18 kg$ દળનો એક ટુકડો $2 N/m$ બળ અચળાંક ધરાવતી એક સ્પ્રિંગ સાથે જોડેલો છે. ટુકડા અને તળિયા વચ્ચેનો ઘર્ષણ ગુણાંક $0.1 $ છે. પ્રારંભમાં ટુકડો સ્થિર સ્થિતિએ છે અને સ્પ્રિંગ ખેંચાયેલી નથી. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટુકડા ધક્કો મારવામાં આવે છે. ટુકડો $0.06$ અંતર સુધી સરકે છે અને સ્થિર સ્થિતિએ પાછો ફરે છે. ટુકડાનો પ્રારંભિક વેગ  $ V = N/10 m/s$  છે. તો $N$ શું હશે ?