$k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગની લંબાઇ $ x = 0 $ થી $ x = {x_1} $ વધારતાં કેટલું કાર્ય થશે?
$ kx_1^2 $
$ \frac{1}{2}kx_1^2 $
$ 2kx_1^2 $
$ 2k{x_1} $
સ્પ્રિંગ બળ એટલે શું ? અને સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય શેના પર આધાર રાખે છે ?
એક ઘર્ષણરહિત ટેબલની સપાટી પર $K$ બળ અચળાંક ધરાવતી એક દળરહિત સ્પ્રિંગને અનુક્રમે $m $ તથા $M$ ગળ ધરાવતા બે બ્લોકની વચ્ચે દબાયેલી સ્થિતિમાં રાખેલ છે. સ્પ્રિંગને મુક્ત કરતાં બંને બ્લોક એકબીજાથી વિરુદ્ધ દિશામાં વેગ પ્રાપ્ત કરે છે. સ્પ્રિંગ તેની મૂળ સામાન્ય લંબાઈ પ્રાપ્ત કરતાં બંને બ્લોક સાથે તે સંપર્ક ગુમાવે છે. જો સ્પ્રિંગને શરૂઆતમાં $x$ જેટલી દબાવવામાં આવી હોય, તો છૂટા પડતી વખતે $M$ દળના બ્લોકની ઝડપ ........હોય.
ન્યુટ્રૉન્સનું ધીમા પડવું : ન્યુક્લિયર. રિએક્ટરમાં એક ઝડપી ન્યુટ્રૉન (આશરે $10^{7}\; m s ^{-1}$ )ને $10^{3}\; m s ^{-1}$ જેટલો ધીમો પાડવો જરૂરી છે, કે જેથી તેની $^{235} _{92} U$ સમસ્થાનિક સાથે આંતરક્રિયાની સંભાવના ખૂબ વધે અને તેનું વિખંડન થાય. દર્શાવો કે ડયુટેરિયમ કે કાર્બન કે જેમનું દળ ન્યુટ્રૉનના દળ કરતાં ફક્ત થોડા ગણું જ વધારે હોય છે, તેમની સાથે સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ન્યુટ્રૉન તેમની મોટા ભાગની ગતિઊર્જા ગુમાવી શકે છે. હલકા ન્યુક્લિયસ બનાવતા પદાર્થ; જેવા કે ભારે પાણી $\left( D _{2} O \right)$ અથવા ગ્રેફાઇટને મૉડરેટર કહે છે..
$5 \times {10^3}N/m$ બળ અચળાંક ધરાવતી સ્પિંગ્રની લંબાઇ $ 5 cm$ થી $10 cm$ વધારતાં થતું કાર્ય......$N-m$
વિધાન $-1$ અને વિધાન $-2$ આવેલા છે. જો $S_1$ અને $S_2$ બે સ્પ્રિંગના બળ અચળાંકો અનુક્રમે $k_1$ અને $k_2$ છે જેમને સમાન બળથી ખેંચેલી છે. એવું જાણવા મળ્યું કે $S_2$ સ્પ્રિંગ કરતા $S_1$ સ્પ્રિંગ પર થતું કાર્ય વધુ હોય છે.
વિધાન $1$ : જો સમાન મૂલ્યથી ખેંચવામાં આવે તો $S_1$ પર થતું કાર્ય જે $S_2$ પર થતા કાર્ય કરતા વધારે છે. વિધાન $2 : k_1 < k_2$