$1\, kg$ નું દળ $1\, N/m$ સ્પ્રિંગ અચળાંક ની સ્પ્રિંગ સાથે લટકે છે. સરોજ દળને $2\,m$ સુધી નીચે ખેંચે છે. તો સરોજ દ્વારા થયેલ કાર્ય કેટલા ....$J$ હશે?
$1$
$2$
$3$
$4$
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $100\, {N} / {m}$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગવાળી બંદૂકમાં $100\, {g}$ નો નાનો બોલ $B$ મૂકીને સ્પ્રિંગને $0.05\, {m}$ જેટલી દબાવીને મુક્ત કરવામાં આવે છે. જમીન પર તેનાથી $d$ અંતરે એક બોક્સ મૂકવામાં આવે છે કે જેથી દડો બોક્સમાં પડે. જો બોલ બંદૂકમાંથી જમીનથી $2\, {m}$ ઊંચાઈ સમક્ષિતિજ દિશામાં છોડવામાં આવે છે. તો $d$ નું મૂલ્ય ($m$ માં) કેટલું હશે? $\left(g=10\, {m} / {s}^{2}\right)$
દળ રહિત પ્લેટફોર્મનેે આકૃતિમાં દર્શાવ્યા હલકી સ્થિતિ સ્થાપક સ્પ્રિંગ પર મૂકેલું છે. જ્યારે $0.1\; kg $ દળનો વેગ કણ $0.24 \;m$ ની ઉંચાઈએથી પડતા સ્પ્રિંગમાં $0.01\; m $ નું સંકોચન થાય છે. ............... $\mathrm{m}$ ઉંચાઈએથી કણ પડતાં $0.04\; m$ નું સંકોચન થશે ?
$M$ દળવાળા બ્લોકને સ્પ્રિંગના નીચેના છેડે લગાડવામાં આવે છે. સ્પ્રિંગને છત સાથે લટકાવેલ છે અને તેનો બળ અચળાંક $k$ છે. બ્લોકને સ્પ્રિંગની ખેંચાણ વગરની મૂળ સ્થિતિમાંથી મુકત કરવામાં આવે છે. સ્પ્રિંગની લંબાઇમાં થતો મહત્તમ વધારો કેટલો હશે?
બે સમાન સ્પિંગ્રો $P$ અને $Q$ ના બળ અચળાંક અનુક્રમે $K_P $ અને $K_Q$ એવા છે, કે જયાં $K_P > K_Q$ છે. પ્રથમ વખત (કિસ્સો $a$) બંને સમાન લંબાઈથી ખેંચાય છે અને બીજી વખત (કિસ્સો $b$) સમાન બળ સાથે. સ્પ્રિંગ દ્વારા થતા કાર્ય અનુક્રમે $W_P$ અને $W_Q$ હોય, તો બંને કિસ્સા $(a)$ અને $(b)$ માં તેમની વચ્ચેનો સંબંધ અનુક્રમે શું થાય?
એક ઘર્ષણરહિત ટેબલની સપાટી પર $K$ બળ અચળાંક ધરાવતી એક દળરહિત સ્પ્રિંગને અનુક્રમે $m $ તથા $M$ ગળ ધરાવતા બે બ્લોકની વચ્ચે દબાયેલી સ્થિતિમાં રાખેલ છે. સ્પ્રિંગને મુક્ત કરતાં બંને બ્લોક એકબીજાથી વિરુદ્ધ દિશામાં વેગ પ્રાપ્ત કરે છે. સ્પ્રિંગ તેની મૂળ સામાન્ય લંબાઈ પ્રાપ્ત કરતાં બંને બ્લોક સાથે તે સંપર્ક ગુમાવે છે. જો સ્પ્રિંગને શરૂઆતમાં $x$ જેટલી દબાવવામાં આવી હોય, તો છૂટા પડતી વખતે $M$ દળના બ્લોકની ઝડપ ........હોય.