ખરબચડી સમક્ષિતિજ સપાટી પર એક બ્લોકને સમક્ષિતિજ બળ $F$ વડે ખેંચવામાં આવે છે. ખરબચડી સપાટી પર બ્લોક પર ઘર્ષણબળ $f$ લાગતું હોય તો $f$ વિરુદ્ધ $F$ નો આલેખ દોરો.
આ ,માટે આશરે નીચે મુજબનો આલેખ દોરો.
ધર્ષણબળ $f$ ને $y$-અક્ષ પર અને $x$-અક્ષ પર લાગુ પાડેલ બળ $F$ છે.
આલેખમાં $OA$ ભાગમાં સ્થિત ધર્ષણ બળ $\left(f_{s}\right)$ દર્શાવે છે, જે સેલ્ફ એડજસ્ટિગ બળ છે. બાહ્ય બળના વધારા સાથે તે વધે છે. ત્યારબાદ $B$ બિદુએ સીમાંત મહત્તમ સ્થિતિ ધર્ષણ બળ છે.
$B$ બિદુથી $C$ સુધી ગતિક ધર્ષણબળ $f_{k}$ લાગે છે જે સ્થિત ધર્ષણ બળ કરતાં ઓછું ગતિક ઘર્ષણબળ અચળ થાય છે તેથી તેનો આલેખ બળ $F$ અક્ષને સમાંતર $CD$ મળે છે.)
આમ $f_{k} < f_s$
$m$ દળ ધરાવતા ટુકડાને $y = \frac{{{x^3}}}{6}$ જેટલો ઊભા આડછેદ ધરાવતી સપાટી પર મૂકવામાં આવે છે.જો ઘર્ષણાંક $ 0.5$ હોય,તો સરકયા સિવાય ટુકડાને જમીનથી ઉપર કેટલી મહત્તમ ઊંચાઇએ મૂકી શકાય.
બરફ પર પડેલ $2 \,kg$ ના બ્લોકને $6\, m/s $ નો વેગ આપતાં $10 \,s$ માં સ્થિર થાય,તો ઘર્ષણાંક કેટલો હશે?
એક $10\, kg$ ના બ્લોક રફ સપાટી પર પડેલો છે, જેનો ઘર્ષણાંક $0.5$ છે. જો તેના પર $100\,N$ નું બળ લાગતું હોય, તો બ્લોકનો પ્રવેગ ($m/s^2$ માં) કેટલો થશે?
નીચેના માથી કયું વિધાન સાચું છે?
$400\,ms ^{-1}$ ની સમક્ષિતિજ ઝડપથી ગતિ કરતી $0.1\,kg$ દળની એક બુલેટ (ગોળી) ખરબચડી સમક્ષિતિજ સપાટી પર રાખેલ $3.9\,kg$ દળના બ્લોક સાથે અથડાય છે. બુલેટ આ બ્લોકમાં સ્થિર થઈ અને સંયુક્ત તંત્ર સ્થિર થાય તે પહેલા $20\,m$ અંતર કાપે છે.બ્લોક અને સપાટી વચ્ચેનો ધર્ષણાંક $......$ છે. (આપેલ $g =10\,m / s ^2$ )