એક ટ્રેન એક સીધા ટ્રેક પર $0.2 \,m / s ^2$ પ્રવેગ સાથે સ્ટેશનથી સ્થિર સ્થિતીમાં શરૂ થાય છે અને તે પછી પ્રતિપ્રવેગ $0.4\;m / s ^2$ ને કારણે સ્થિર થાય છે. તે અન્ય સ્ટેશન પર મહત્તમ ઝડપ પ્રાપ્ત થયા પછી સ્થિર થાય છે. જો કુલ લાગેલ સમય અડધો કલાક હોય, તો બે સ્ટેશનો વચ્ચેનું અંતર [ટ્રેનની લંબાઈને અવગણો] .......... $km$ થાય?
એક વિદ્યાર્થી બસથી $45\, m$ અંતરે પાછળ ઉભો છે.બસ $2.5 \,m/s^2$ ના પ્રવેગ સાથે ગતિ શરૂ કરે છે.વિદ્યાર્થીને બસ પકડવા માટે કેટલા........$m/s$ લઘુત્તમ અચળ વેગથી દોડવું પડે?
નિયમિત ગતિ કરતી ટ્રેનની બોગી ટ્રેનથી છૂટી પડે છે અને થોડુક અંતર કાપીને સ્થિર થાય છે. તો સમાન સમયમાં બોગી અને ટ્રેન દ્વારા કપાયેલ અંતર વચ્ચેનો સંબંધ શું હોય?
એક પદાર્થ સ્થિર સ્થિતી થી શરૂ થાય છે અને $x$-અક્ષની સાપેક્ષ ગતિ કરે છે જેથી કોઈપણ તત્કાલમાં તેનું સ્થાન $x=4 t^2-12 t$ હોય છે જ્યાં $t$ સેકંડમાં અને $v \,m / s$ માં હોય છે. પદાર્થનો પ્રવેગ કેટલો થાય?