$1\, kg$ દળનો બ્લોક $\frac{1}{\sqrt{3}}$ સ્થિત ઘર્ષણાંક ધરાવતી સપાટી પર છે. બ્લોક પર $F\, N$ જેટલું લઘુતમ બળ લગાવતા તે ખસે છે. તો તો $F$નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે? [$g =10 \,ms ^{-2}$ ]
$15$
$7$
$5$
$10$
ખરબચડી સમક્ષિતિજ સપાટી પર $10\,kg$ ના પડેલા લાકડાના બ્લોકને ખેંચવા માટે $49\, N$ બળની જરૂર પડે છે, તો ઘર્ષણાંક અને ઘર્ષણનો કોણ શોધો.
$1000 \,kg$ દળ ઘરાવતી કાર $10 \,m/s$ ના વેગથી ગતિ કરે છે.એન્જિન દ્વારા $1000\, N$ બળ અને ઘર્ષણ દ્વારા $500 \,N$ બળ લાગતું હોય,તો $10 \,sec$ પછી કારનો વેગ ........... $m/s$ થશે.
સામાન્ય રીતે પર્વત પર ઊંચે ચઢવાના રસ્તાઓ સુરેખ બનાવવાના બદલે ઢળતા વળાંકવાળા બનાવવામાં આવે છે શાથી ?
સ્થિત ઘર્ષણ કઈ ગતિનો વિરોધ કરે છે અને સ્થિત ઘર્ષણાંક કોના પર આધાર રાખે છે ?
ઘર્ષણાંકનો એકમ જણાવો.