દળ $m$ ને સ્પ્રિંગના નીચલા છેડાથી બાંધેલો છે જેનો ઉપરનો છેડો જડિત છે. સ્પ્રિંગનું દળ અવગણ્ય છે. જ્યારે $m$ દળને સહેજ ખેંચવામાં આવે અને છોડવામાં આવે છે, ત્યારે તે $3$ સેકન્ડના આવર્તકાળથી દોલનો કરે છે. જ્યારે દળ $m$ માં $1\; kg$ નો વધારો થાય, તો દોલનનો આવર્તકાળ $5\; s$ થાય છે. $m$ નું મૂલ્ય $kg$ માં કેટલું હશે?

  • [NEET 2016]
  • A

    $\frac{16}{9}$

  • B

    $\frac{9}{16}$

  • C

    $\frac{3}{4}$

  • D

    $\frac{4}{3}$

Similar Questions

આકૃતિમાં દશવિલ તંત્રમાં જ્યારે $M$ દળને તેનાં સંતુલન સ્થાનથી ખસેડીને છોડી દેતાં તેનો આવર્તકાળ શોધો. 

આપેલ પરિપથ મુજબ, $k$ અને $2 k$ જેટલો સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગોને દળ $m$ સાથે જોડવામાં આવેલ છે. જો આકૃતિ $(a)$ માં દોલનોનો આવર્તકાળ $3s$ હોય તો આકૃતિ $(b)$ માં દોલનોનો આવર્તકાળ $\sqrt{x} s$ છે. $x$ નું મૂલ્ય થશે.

  • [JEE MAIN 2022]

$k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગના બે ટુકડા કરવામાં આવે છે,મોટા ટુકડાની લંબાઇ નાના ટુકડાની લંબાઇ કરતાં બમણી છે,તો મોટા ટુકડાનો બળ અચળાંક કેટલો થાય?

  • [IIT 1999]

દળરહિત સ્પ્રિંગ સાથે $M$ દળ લગાવીને દોલનો કરાવતા આવર્તકાળ $T$ મળે છે. જ્યારે તેની સાથે ફરીથી $M$ દળ લગાવવામાં આવે તો આવર્તકાળ કેટલો થાય?

આપેલ આકૃતિમાં $200\, {g}$ અને $800\, {g}$ દળના બે પદાર્થ $A$ અને $B$ ને સ્પ્રિંગના તંત્ર વડે જોડેલ છે. જ્યારે તંત્રને જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે સ્પ્રિંગ તંત્ર ખેંચાયેલી સ્થિતિમાં હશે. સમક્ષિતિજ સપાટી ઘર્ષણરહિત છે. જો ${k}=20 \,{N} / {m} $  હોય, તો તેની કોણીય આવૃતિ (${rad} / {s}$ માં) કેટલી હશે?

  • [JEE MAIN 2021]