એક $9 \,kg$ દળનો બોમ્બ $3 \,kg$ અને $6 \,kg$ નાં બે ટુકડાઓમાં ફાટે છે. જો $3 \;kg$ વાળા દળનો વેગ $16 \,m / s$ છે.તો $6 \,kg$ વાળા દળની ગતિઉર્જા જૂલમાં કેટલી હશે?
$196$
$320$
$192$
$620$
યોગ્ય ઉદાહરણ આપી વેગમાનના સંરક્ષણનો નિયમ સમજાવો.
સ્થિર રહેલા $5 \;kg$ દળનો બોમ્બ $1:1:3$ ના ત્રણ ટુકડામાં વિસ્ફોટ પામે છે. સમાન દળના બે ટુકડા $21\;m/s$ ના વેગથી પરસ્પર લંબ દિશામાં ગતિ કરે છે. મોટા ટુકડાનો વેગ કેટલો હશે?
એક ઓરડાની છત પરથી $2 \,m$ લાંબી દોરી વડે $0.1 \,kg$ દળના લટકાવેલા એક ગોળાને દોલિત કરવામાં આવે છે. તેના મધ્યમાન સ્થાને ગોળાની ઝડપ $1\; m s ^{-1}$ છે. ગોળો જ્યારે $(a)$ તેનાં કોઈ એક અંત્યસ્થાને હોય $(b)$ તેના મધ્યમાન સ્થાને હોય, ત્યારે દોરીને કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો હશે ?
$m$ દળનો એક કણ $x$ અક્ષની દિશામાં $v_o$ ઝડપે ગતિ કરે ત્યારે અચાનક જ તેના દળનો $1/3 $ ભાગ છૂટ્ટો પાડીને 2$v_o$ ઝડપે $y $ અક્ષને સમાંતર જાય છે. એકમ સદિશના સ્વરૂપમાં બાકી વધેલા ભાગનો વેગ શોધો.
હાઈડ્રોજન પરમાણુનું દળ $3.32 \times 10^{-27} kg$ છે. જો $2 \,cm^2$ ક્ષેત્રફળવાળી દિવાલ સાથે પ્રતિ સેકન્ડ $10^{23} $પરમાણુઓ દિવાલના લંબથી $45°$ એ અથડાઈને સ્થિતિ સ્થાપકીય રીતે $10^3\, m/s$ થી પરાવર્તન પામે છે. દિવાલ પર લાગતું દબાણ ....હશે. ($N/m^{2}$)