એક છોકરો એક દડાને સમક્ષિતિજ સાથે $60^o$ ના ખૂણે $10\,ms^{-1}$ ની પ્રારંભિક ઝડપથી પ્રક્ષિપ્ત કરે છે. બીજો છોકરો બાજુમાંથી પસાર થતી કારમાં બેઠો છે, તે અવલોકન કરે છે. કારમાં રહેલા છોકરા વડે દડાની ગતિની રેખાકૃતિ બનાવે છે. જો કારની ગતિ $18\, km/h$ હોય તો તમારા જવાબના સમર્થન માટે યોગ્ય સમજૂતી આપો. નીચે મુજબ આકૃતિ વિચારો.
પ્રક્ષિપ્ત કોણ $\theta=60^{\circ}$
દડાની પ્રારંભિક ઝડપ $v_{0}=10 m / s$
દડાની પ્રારંભિક ઝડપનો સમક્ષિતિજ ઘટક
$=10 \cos 60^{\circ}$
$=10 \times \frac{1}{2}$
$=5 m / s$
કારની ઝડપ $=$$18 km / h$
$=\frac{18 \times 1000}{3600}$
$=5 ms ^{-1}$
તેથી બૉલ અને કારની સાપેક્ષે ઝડપ $=$$5-5 = 0$
તેથી કારમાં બેઠેલા છોકરાને બોલની ઝડપનો શિરોલંબ ધટક દેખાશે જે નીચે મુજબ છે.
એક પદાર્થને $25 \,m/s$ ના વેગથી પ્રક્ષિપ્ત કરતા તે $2\, sec$ પછી $ 5\,m$ ઊંચાઇ ધરાવતી દિવાલને પસાર કરે છે,તો પ્રક્ષિપ્ત કોણ ...... $^o$ હશે. $(g = 10m/{\sec ^2})$
$160\, g$ દળવાળા એક દડાને સમક્ષિતિજથી $60^o$ ના ખૂણે $10\, m\,s^{-1}$ ની ઝડપથી ફેંકવામાં આવે છે. તો ગતિપથ પરના ઉચ્ચત્તમ સ્થાને દડાનું કોણીય વેગમાન ........ $kg\, m^2/s$ થાય. $(g\, = 10\, m\,s^{-2})$
કણ માટે પ્રક્ષીપ ગતિનુ સમીકરણ $y = 16x - \frac{{5{x^2}}}{4}$, તો અવધિ $R$ નુ મુલ્ય ........ $m$ થશે.
એક વસ્તુને $u$ જેટલી પ્રારંભિક વેગ અને $\theta$ કોણે હવામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષિપ્ત ગતિ એવી મળે છે કે જેથી સમક્ષિતિજ અવધિ $R$ મહતમ મળે છે. બીજા પદાર્થને હવામાં પ્રક્ષિપ્ત એવી રીતે કરવામાં આવે છે કે તેની સમક્ષિતિજ અવધિ પ્રારંભિક અવધિ કરતા અડધી મળે.બંને કિસ્સામાં પ્રારંભિક વેગ સમાન છે બીજો પદાર્થ માટે પ્રક્ષિપ્ત કોણ $.............$ ડીગ્રી હશે.
એક બોલને સમક્ષિતિજને સાપેક્ષે $\theta$ કોણે $15\,ms ^{-1}$ ની ઝડપ સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે જેથી તેની અવધિ અને મહત્તમ ઊંચાઈ સમાન થાય. તો $tan\theta=...........$ જેટલો થશે.