એક વાયુ માટેની એક ચક્રીય પ્રક્રિયા $(A\,B\,C\,D\,A)$ માં બે સમદાબી, એક સમકદ અને એક સમતાપી પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને $P-V$ ગ્રાફમાં કેવી રીતે દર્શાવાય?
$\gamma=1.5$ ધરાવતા વાયુની સમોષ્મી પ્રક્રિયા કરીને તેનું કદ $1200\, {cm}^{3}$ થી $300\, {cm}^{3}$ સુધી સંકોચવામાં આવે છે. જો શરૂઆતનું દબાણ $200\, {kPa}$છે . આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થતું કાર્ય ($J$ માં) કેટલું હશે?
ખસી શકે તેવો પિસ્ટન ધરાવતા એક નળાકાર પાત્રમાં પ્રમાણભૂત તાપમાન અને દબાણે $3$ મોલ હાઈડ્રોજન રહેલો છે. નળાકાર પાત્રની દીવાલો ઉષ્મા અવાહક પદાર્થની બનેલી છે અને પિસ્ટન પર રેતીનો ઢગલો કરીને અવાહક બનાવ્યો છે. જો વાયુને તેના કદ કરતાં અડધા કદ સુધી સંકોચિત કરવામાં આવે તો વાયુનું દબાણ કેટલા પ્રમાણમાં બદલાશે ?
$T$ તાપમાને રહેલ એક $R$ ત્રિજયાના પોલા ગોળાને ધ્યાનમાં લો. તેની અંદર રહેલા કાળા-પદાર્થ વિકિરણને,જેની એકમ કદ દીઠ આંતરિક ઊર્જા $E=$ $\frac{U}{V} \propto {T^4}$ અને દબાણ $P = \frac{1}{3}\left( {\frac{U}{V}} \right)$ ધરાવતા ફોટોનના બનેલા આદર્શ વાયુ તરીકે વિચારી શકાય. હવે જો આ પોલો ગોળો જો સમોષ્મી વિસ્તરણ અનુભવે તો $T$ અને $R$ વચ્ચેનો સંબંધ:
$5.6$ લીટર હિલિયમને $ STP$ એ સમોષ્મી રીતે $0.7$ લીટર સુધી સંકોચવામાં આવે છે. પ્રારંભીક તાપમાન $T_1$ લેતા પ્રક્રિયા દરમિયાન થતુ કાર્ય…?
વિધાન : સમોષ્મી વિસ્તરણમાં હમેશા તાપમાન ઘટે
કારણ : સમોષ્મી પ્રક્રિયામાં કદ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય
Confusing about what to choose? Our team will schedule a demo shortly.