કોઈ એક ક્ષાર $X$ નીચે જણાવેલાં પરિણામો આપે છે :
$(i)$ તેનું જલીય દ્રાવણ લિટમસપત્ર પ્રત્યે બેઝિક છે.
$(ii) $ તેને સખત ગરમ કરતાં ફૂલીને કાચ જેવો ઘન પદાર્થ નું બને છે.
$(iii)$ જ્યારે આવા ગરમ દ્રાવણમાં સાંદ્ર $H_2SO_4$, ને ઉમેરવામાં આવે છે ત્યારે કોઈ એસિડ $ Z$ ના સફેદ સ્ફટિક મળે છે.
ઉપર દર્શાવેલી બધી પ્રક્રિયાઓ માટે સમીકરણો લખો અને $ X, Y$ અને $Z$ ને ઓળખો.
$(i)$ $X$ નું જલીય દ્રાવણ લિટમસ પ્રત્યે બેઝિક છે. તેથી તે પ્રબળ બેઈઝ અને નિર્બળ એસિડનો ક્ષાર છે.
$\mathrm{Na}_{2} \mathrm{~B}_{4} \mathrm{O}_{7} \cdot 10 \mathrm{H}_{2} \mathrm{O} \stackrel{\mathrm{H}_{2} \mathrm{O}}{\longrightarrow} 2 \mathrm{NaOH}+\mathrm{H}_{2} \mathrm{~B}_{4} \mathrm{O}_{7}$
$(ii)$ ક્ષાર $(X)$ ને ગરમ કરતાં તે ફૂલીને કાચ જેવો ધન પદાર્થ Y બનાવે છે. તેથી $X$ એ બોરેક્ષ જ હોવો જોઈએ અને $Y$ એ સોડિયમ મેટાબોરેટ અને બોરિક એનહાઇ્રાઈડનું મિશ્રણ છે.
$\mathrm{Na}_{2} \mathrm{~B}_{4} \mathrm{O}_{7} \cdot 10 \mathrm{H}_{2} \mathrm{O} \stackrel{\Delta}{\longrightarrow} \mathrm{Na}_{2} \mathrm{~B}_{4} \mathrm{O}_{7}+10 \mathrm{H}_{2} \mathrm{O}$
$\mathrm{Na}_{2} \mathrm{~B}_{4} \mathrm{O}_{7} \stackrel{\Delta}{\longrightarrow} \underbrace{2 \mathrm{NaBO}_{2}+\mathrm{B}_{2} \mathrm{O}_{3}}$
$\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad(Y)$
$(iii)$ જ્યારે $X$ ના ગરમ દ્રાવણમાં સાંદ્ર $\mathrm{H}_{2} \mathrm{SO}_{4}$ ઉમેરતાં $(Z)$ બોરિક ઍસિડના સફેદ સ્ફટિક મળે છે.
$\mathrm{Na}_{2} \mathrm{~B}_{4} \mathrm{O}_{7} \cdot 10 \mathrm{H}_{2} \mathrm{O}+\mathrm{H}_{2} \mathrm{SO}_{4} \rightarrow 4 \mathrm{H}_{3} \mathrm{BO}_{3}+5 \mathrm{H}_{2} \mathrm{O}+\mathrm{Na}_{2} \mathrm{SO}_{4}$
કઈ સ્પીસિસ માં બંધ કોણ $120^o $ નો છે ?
બોરોન સમૂહનાં તત્ત્વોની આયનીકરણ એન્થાલ્પી અને વિધુતઋણતા સમજાવો.
નીચેનાં સંયોજનો શા માટે લૂઈસ એસિડ તરીકે વર્તે છે ? સમજાવો.
$(A)$ $BCl_3$ $(B)$ $AlCl_3$
ડાયબોરેનનું બંધારણ દોરો.
નીચેના પૈકી ક્યુ એક તત્ત્વ $MF_{6}^{3-}$ આયન બનાવી શકતુ તથી ?