દર્શાવ્યા પ્રમાણે $I$ વિદ્યુતપ્રવાહ ધરાવતા ખૂબ જ લાંબા સીધા તારને સમાંતર વિદ્યુતભાર $Q$ ગતિ કરે છે. વિદ્યુતભાર પર લાગતું બળ કઈ દિશામાં છે ?
$O X$ની વિરુદ્ધ દિશામાં
$O X$ની દિશામાં
$OY$ની વિરુદ્ધ દિશામાં
$OY$ની દિશામાં
એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરતાં વિદ્યુતભારનો આવર્તકાળ કોનાથી સ્વતંત્ર હોય?
અવકાશમાં એક સમઘન વિચારો. ( જેની બાજુઓ યામ પદ્ધતિના સમતલને સમાંતર છે. ) આ સમઘનમાં સમાન વિધુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર છે. આ સમઘનમાં એક ઇલેક્ટ્રોન ${\rm{\vec v}},{{\rm{v}}_0}{\rm{\hat i}}$ વેગથી પ્રવેશે છે. $\mathrm{xy}$ - સમતલમાં આ ઇલેક્ટ્રોનનો ગતિપથ સ્પાઇરલ $( \mathrm{Spiral} )$ આકારનો મળે છે, તો ઇલેક્ટ્રોનના આ ગતિમાર્ગ માટે વિધુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રનું વિતરણ સમજાવો.
એક ઇલેક્ટ્રોન એક ક્ષેત્રમાં પ્રવેશે છે જ્યાં ચુંબકીયક્ષેત્ર $(B)$ અને વિદ્યુતક્ષેત્ર $(E)$ એકબીજાને લંબ છે તો ...
એક વિદ્યુતભારિત કણ $10 \,m/s$ ના વેગથી $X$ -અક્ષ પર ગતિ કરી રહયો છે.તે એક વિસ્તારમાં પ્રવેશે છે.જયાં ચુંબકીયક્ષેત્ર $Y$-અક્ષ તરફ છે.અને $10^4 \,V/m$ નું વિદ્યુતક્ષેત્ર $Z$ - અક્ષ તરફ છે.જો તે અચળ વેગથી $X$-અક્ષ પર ગતિ શરૂ રાખતો હોય તો ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય?
નીચે બે વિધાનો આપેલા છે : એકને ક્થન $(A)$ અને બીજાને કારણ $(R)$ થી દર્શાવેલ છે.
કથન $(A)$ : સમાંગ ચુંબકીયક્ષેત્રમાં, ગતિમાન વિદ્યુતભારીત કણની ઝડપ અને ઊર્ન સમાન રહે છે.
કારણ $(R)$ : ગતિમાન વિદ્યુભારીત કણ તેની ગતિને લંબ દિશામાં ચુંબકીય બળ અનુભવે છે.
ઉપરોક્ત વિધાનાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો