$\mathrm{e}$ વિધુતભાર અને $\mathrm{m}$ દળનો કણ ${{\rm{\vec E}}}$ અને ${{\rm{\vec B}}}$ જેટલી સમાન તીવ્રતાવાળા વિધુત અને ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે, તો પરિમાણરહિત અને ${\left[ {\rm{T}} \right]^{ - 1}}$ પરિમાણ ધરાવતી ભૌતિકરાશિઓ મેળવો.
$\frac{m v^{2}}{ R }=q v B$
$\therefore\frac{q B }{m}=\frac{v}{ R }=\omega$
$\therefore\omega=\frac{v}{ R }=\frac{ M ^{0} L ^{1} T ^{-1}}{ L ^{1}}= T ^{-1}$
આમ,$[T^{-1}]$પરિમાણ ધરાવતી ભૌતિકરાશિ કોકીય આવૃત્તિ $(\omega)$ છે. જ્યારે પરિમાણરહિત કોઈ જ રાશિ મળશે નહી.
એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે વેગ $v$ સાથે દાખલ થાય છે, તો ભ્રમણનો આવર્તકાળ $T$ છે. જો પ્રોટોન $2 v$ વેગ સાથે દાખલ થાય, તો આવર્તકાળ કેટલો હશે?
એક ઋણ વિદ્યુતભાર અવલોકનકર્તા તરફ આવી રહ્યો છે ? તેના દ્વારા ઉત્પન્ન થતાં ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? (અવલોકનકર્તાથી જોવાય તે રીતે)
ચુબકીયક્ષેત્ર કોના દ્વારા ઉત્પન્ન થાય?
એક વિદ્યુતભારિત કણ $10 \,m/s$ ના વેગથી $X$ -અક્ષ પર ગતિ કરી રહયો છે.તે એક વિસ્તારમાં પ્રવેશે છે.જયાં ચુંબકીયક્ષેત્ર $Y$-અક્ષ તરફ છે.અને $10^4 \,V/m$ નું વિદ્યુતક્ષેત્ર $Z$ - અક્ષ તરફ છે.જો તે અચળ વેગથી $X$-અક્ષ પર ગતિ શરૂ રાખતો હોય તો ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય?
ઇલેક્ટ્રોન બીમ પરસ્પર લંબ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો માંથી વિચલન વગર ગતિ કરે છે. જો વિદ્યુત ક્ષેત્ર બંધ કરી દેવામાં આવે અને ચુંબકીય ક્ષેત્ર યથાવત રાખવામાં આવે, તો ઈલેક્ટ્રોન કેવી ગતિ કરે?