આપેલ સમાંતર પ્લેટ કેપેસીટરના તંત્રને અમુક વિદ્યુતસ્થિમાનના તફાવત વચ્ચે મુકેલ છે. જ્યારે $3\, mm$ જાડાઈ ધરાવતા બ્લોકને કેપેસીટરની પ્લેટ વચ્ચે મૂકવામાં આવે ત્યારે તંત્રમાં સમાન વિદ્યુતસ્થિમાનનો તફાવત જાળવી રાખવા માટે પ્લેટ વચ્ચેના અંતરમાં $2.4\, mm$ જેટલો વધારો કરવામાં આવે છે. તો બ્લોકના દ્રવ્યનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?
$3$
$4$
$5$
$6$
એક ગોળાકાર કેપેસીટરના અંદરના ગોળાની ત્રિજ્યા $12\, cm$ અને બહારના ગોળાની ત્રિજ્યા $13 \,cm$ છે. બહારના ગોળાનું અર્થિંગ $(Earthing)$ કરી દીધેલું છે અને અંદરના ગોળા પર $2.5\; \mu C $ વિદ્યુતભાર આપેલ છે. બે સમકેન્દ્રિય ગોળાઓ વચ્ચેના અવકાશને ડાયઇલેક્ટ્રીક અચળાંક $32$ ધરાવતા પ્રવાહી વડે ભરી દીધેલ છે.
$(a)$ કેપેસીટરનું કેપેસીટન્સ શોધો.
$(b)$ અંદરના ગોળાનું સ્થિતિમાન કેટલું હશે?
$(c)$ આ કેપેસીટરના કેપેસીટન્સને $12 \,cm$ ત્રિજ્યાના અલગ કરેલા ગોળાના કેપેસીટન્સ સાથે સરખાવો. અલગ ગોળા માટેનું મૂલ્ય ખૂબ નાનું કેમ છે તે સમજાવો.
બે ડાઈઇલેક્ટ્રીક ભરેલા કેપેસીટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલ છે જ્યાં પ્લેટનું ક્ષેત્રફળ $A\;metr{e^2}$ અને બે ફ્લૅટ વચ્ચેનું અંતર $t$ $metre$ હોય તથા ડાઈઇલેક્ટ્રીક અચળાંક અનુક્રમે ${k_1}$ અને ${k_2}$ હોય તો સમતુલ્ય કેપેસીટન્સ મેળવો
એક સમાંતર પ્લેટ કેપેસિટર એક ડાઇઇલેક્ટ્રિકથી ભરેલું છે. ડાઇઇલેક્ટ્રિકની સાપેક્ષ પરમિટિવિટી લાગુ પાડેલ વોલ્ટેજ $(U)$ સાથે બદલાય છે. જ્યાં $\varepsilon = \alpha U$ અને $\alpha = 2{V^{ - 1}}$ તેના જેવું બીજું એક ડાઇઇલેક્ટ્રિક સિવાયના કેપેસિટરને ${U_0} = 78\,V$ સુધી ચાર્જ કરેલું છે. હવે તેને ડાઇઈલેક્ટ્રિકવાળા કેપેસિટર સાથે જોડેલું છે, તો કેપેસિટર પરના અંતિમ વોલ્ટેજ શોધો.
સમાંતર પ્લેટ કેપેસીટરની વૉલ્ટેજ રેટિંગ $500\,V$ છે. તેનું ડાયઈલેક્ટ્રિક મહત્તમ ${10^6}\,\frac{V}{m}$ જેટલું વિદ્યુતક્ષેત્ર ખમી શકે.પ્લેટનું ક્ષેત્રફળ $10^{-4}\, m^2$ છે. જો કેપેસીટરનો કેપેસીટન્સ $15\, pF$ હોય તો તેનો ડાયઈલેક્ટ્રિક અચળાંક કેટલો હશે ? ( ${ \in _0} = 8.86 \times {10^{ - 12}}\,{C^2}\,/N{m^2}$)
સમાંતર પ્લેટ કેપેસીટરમાં $A$ સપાટીનું ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટ $d$ અંતરે છે.જેને ડાઈઇલેક્ટ્રિકથી ભરવામાં આવે છે . જેની પરમિટિવિટી એક પ્લેટ આગળ ${ \varepsilon _1}$ અને બીજી પ્લેટ આગળ ${ \varepsilon _2}$ છે તો આ કેપેસીટરનું કેપેસીટન્સ કેટલું હશે?