$2 {C}$ અને ${C}$ જેટલુ કેપેસીટર ધરાવતા બે કેપેસીટન્સને સમાંતરમાં જોડી $V$ જેટલા સ્થિતિમાનથી વિદ્યુતભારિત કરવામાં આવે છે. બેટરી દૂર કરી $C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $K$ જેટલો ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમથી સંપૂર્ણ પણે ભરવામાં આવે છે. હવે કેપેસીટરનો સમાંતર સ્થિતિમાનનો તફાવત ............ થશે.

  • [JEE MAIN 2021]
  • A

    $\frac{3 V}{K}$

  • B

    $\frac{{V}}{{K}}$

  • C

    $\frac{3 V}{K+2}$

  • D

    $\frac{{V}}{{K}+2}$

Similar Questions

$12\,pF$ કેપેસિટન્સ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરને એક બેટરી વડે તેની બે પ્લેટો વચ્ચે $10\, V$ વિજસ્થિતિમાનના તફાવત સુધી ચાર્જ કરવામાં આવે છે. આ ચાર્જિંગ બેટરીને દૂર કરીને એક પોર્સેલિનના ચોસલા કે જેનો પરાવૈધૃતાંક (dielectric constant) $6.5$ છે તેને આ બે પ્લેટો વચ્ચે સરકાવવામાં આવે છે. આ કેપેસિટર વડે ચોસલા પર કેટલા .......$pJ$ કાર્ય થશે?

  • [JEE MAIN 2019]

ધ્રુવીય અને અધ્રુવીય અણુઓ કોને કહે છે ?

$r$ ત્રિજયા અને $q$ વિદ્યુતભાર ધરાવતાં $64$ બૂંદ ભેગા મળીને એક મોટું બુંદ બનાવે છે.જો વિદ્યુતભાર લિક થતો ન હોય તો બૂંદની પ્રારંભિક અને અંતિમ પૃષ્ઠ ઘનતાનો ગુણોત્તર કેટલો થાય?

એક સમાંતર પ્લેટ કેપેસિટર પાસે $20\, kV$ સ્થિતિમાન અને $2 \times  10^{-4} \,\mu F$ કેપેસિટન્સ છે. જો પ્લેટનું ક્ષેત્રફળ $0.01\, m^2$ હોય અને પ્લેટો વચ્ચેનું અંતર $2\ mm$ હોય તો માધ્યમનું ડાઈઈલેકટ્રીક અચળાંક શોધો.

$1 \,pF$ કેપેસિટન્સની બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું કરીને મીણ ભરી દેતાં નવો કેપેસિટન્સ $2\, pF$ થાય છે.તો મીણનો  ડાઇઇલેકિટ્રક અચળાંક કેટલો થાય?