માનવ માદા તેણીની જિંદગી દરમિયાન બે મોટા ફેરફારો માન્સ (મેનાર્ક) અને મેનોપોઝ અનુભવે છે. આ બંને ઘટનાઓનું મહત્ત્વ વર્ણવો.
માનવમાં યૌવનાવસ્થા કે તરુણાવસ્થા $(9$થી $15$ વર્ષ$)$ એ ઋતુચક્રની શરૂઆત થાય છે, તેને માન્સ મેનાર્ક કહે છે. જયારે લગભગ $50$ વર્ષની ઉંમરે ઋતુચક્ર બંધ થાય છે કે જેને મેનોપોઝ કહે છે. માન્સ કે મેનાર્ક પુખ્તાવસ્થા અને બાળક ધારણ કરવા માટે માદા પ્રજનન તંત્રની તૈયારી સૂચવે છે.
તે અંડપિંડોની ક્ષમતા સૂચવે છે કે પુખ્ત અંડકોષ (માદા જનનકોષ) ઉત્પન્ન કરે છે, કે જે શુક્રકોષ દ્વારા ફલન પામી શકે અને ગર્ભાશય ગર્ભની વૃદ્ધિ અને વિકાસ ધારણ કરવા શક્તિમાન હોય છે.
મેનોપોઝ બાળક ધારણ કરવાની ઉંમર નથી તેવું સૂચવે છે. આ ઉંમરે તંદુરસ્ત અંડકોષો પૂરા પાડવાની ક્ષમતા ઓછી હોય છે.
અંડપિંડો દ્વારા ઉત્પન્ન થતાં અંતઃસ્ત્રાવોના સ્તર ઓછાં કે બંધ થાય છે અને ઋતુચક્ર બંધ થાય છે. ગર્ભાશય વધુ સમય સુધી ગર્ભના વિકાસ માટે તૈયાર નહીં રહે.
જ્યારે છોકરીમાં માસિક ઋતુસ્ત્રાવની પ્રથમ શરૂઆત થાય છે ત્યારે તે સમયને....... કહે છે.
મનુષ્યમાં કયા પ્રકારના અંતઃસ્ત્રાવો ઋતુચક્રનું નિયમન કરે છે?
નીચેનામાંથી કયું એક ઋતુચક્ર દરમિયાન બનતું સાચું જોડકું છે ?
ફલન સમય કોને કહેવાય?
નીચેનામાંથી ગર્ભાશયનું કયું સ્તર સતત બન્યા કરે અને તૂટયા કરે ?