- Home
- Standard 12
- Physics
7.Alternating Current
medium
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશીય બલ્બ અને એક ઓપન કોઇલ ઇન્ડક્ટરને એસી સ્ત્રોત સાથે કળ દ્વારા જોડેલ છે. કળ બંધ કર્યા પછી થોડા સમય બાદ ઇન્ડક્ટરના અંદરનાં વિસ્તાર (ગર્ભ)માં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવતાં પ્રકાશીય બલ્બની પ્રકાશિતતા $(a)$ વધશે $(b)$ ઘટશે $(c)$ કોઈ જ ફેરફાર નહીં થાય. તમારો જવાબ કારણ સહિત આપો

Option A
Option B
Option C
Option D
Solution
લોખંડના સળિયાને જ્યારે અંદર દાખલ કરવામાં આવે છે ત્યારે કોઇલની અંદરનું ચુંબકીય ક્ષેત્ર લોખંડનું મેગ્નેટાઇઝેશન (ચુંબકીયકરણ) કરે છે. જેથી અંદરનાં ચુંબકીયક્ષેત્રમાં વધારો થાય છે. તેથી, કોઇલનું ઇન્ડકશન (પ્રેરકત્વ) વધે છે. પરિણામે, કોઇલનો ઇન્ડક્ટીવ રીએક્ટન્સ વધે છે. જેના પરિણામે લાગુ પાડેલ એસી વોલ્ટેજનો મોટો ભાગ ઇન્ડક્ટરનાં બે છેડા વચ્ચે લાગુ પડે છે અને બલ્બનાં બે છેડે ઓછો વોલ્ટેજ હોય છે તેથી બલ્બની પ્રકાશિતતા ઘટે છે.
Standard 12
Physics
Similar Questions
medium