આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $2\, kg$ દળ ધરાવતા પદાર્થને $AB$ દોરી વડે લટકાવેલ છે. $2\, kg$ દળના બીજા છેડે તે જ પ્રકારની દોરી $CD$ બાંધેલી છે. નીચેની દોરીને આંચકા સાથે ખેંચવામાં આવે તો શું થાય ?
જ્યારે નીચેની દોરી $CD$ને આંચકા સાથે બેંચવામાં આવે ત્યારે $CD$ દોરી તૂટી જશે કારણ કે $CD$ પરનું બાહ્યબળ (આંચકા વડે લાગતું બળ) તત્કાલ $AB$ દોરીમાં પ્રસરતું નથી.
$1 \mathrm{~kg}$ દળને છત પરથી $4m$ લંબાઈના દોરડાથી લટકાવવામાં આવેલ છે. આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર દોરડાના મધ્યબિંદુ આગળ સમક્ષિતિજ બળ $'F$ લગાડતા દોરડું શિરોલંબ અક્ષને સાપેક્ષ $45^{\circ}$ નો કોણ બનાવે છે. $F$નું મૂલ્ય ......... હશે. (એવું ધારોકે દળ સમતોલન સ્થિતિમાં છે અને $g=10 \mathrm{~m} / \mathrm{s}^2$ છે.)
કણના સ્થાનાંતરિત ગતિમાના સંતુલન માટેની શરત લખો.
$10 \,kg$ દળને $5 \,m$ લાંબા દોરડાની મદદથી છત પરથી શિરોલંબ રીતે લટકાવવામાં આવેલ છે. દોરડાંના મધ્યબિંદુ આગળ $30 \,N$ જેટલું બળ સમક્ષિતિજ દિશામાં લગાવવામાં આવે છે. દોરડાનો શિરોલંબ સાથેનો કોણ $\theta=\tan ^{-1}\left(x \times 10^{-1}\right)$ છે. $x$ નું મૂલ્ય ........... થશે. $\left(g=10 m / s ^{2}\right)$
$10\ kg$ ના દ્રવ્યમાનને છત પરથી દોરડા વડે ઉર્ધ્વદિશામાં લટકાવવામાં આવેલ છે. આ દોરડાના કોઈ એક બિંદુ પર જ્યારે સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે ત્યારે છત પરના બિંદુથી આ દોરડું $45^o$ વિચલન પામે છે. જો લટકાવેલ દ્રવ્યમાન સંતુલનમાં હોય તો આપાત બળનું મૂલ્ય ......... $N$ થશે.
બળના $SI$ એકમ ન્યૂટનની અને બળના $CGS$ એકમ ડાઇનની વ્યાખ્યા આપો.