ગતિ વિશે એરિસ્ટોટલનો ખ્યાલ શું હતો ? તે કઈ રીતે ખોટો હતો ? એના ખ્યાલમાં શું ભૂલ હતી ?
ગ્રીક તત્વચિતંક એરિસ્ટોટલે વ્યવહારમાં થતાં અનુભવને આધારે એવો ખ્યાલ બાંધ્યો કે પદાર્થની નિયમિત ગતિ યથાવત્ ચાલુ રાખવા માટે કઈક બાહ્ય બળ જરૂરી છે. જેને એરિસ્ટોટલનો નિયમ કે છે. તેના મત મુજબ ધનુષ્યમાંથી છોડેલું તીર ઉડ્યા કરે છે કારણ કે તીરની પાછળની હવા તેને આગળ ધકેલે છે.
આ મત, વિશ્વમાં પદાર્થોની ગતિ અંગે, એરિસ્ટોટલની વિચાર પદ્ધતિનો એક ભાગ હતો જે ખોટો હોવાનું જણાંયું છે.
વિશ્વમાં ધન પદાર્થો માટે ધર્ષણ અને તરલ પદાથો માટે શ્યાનતા જેવાં ગતિનો વિરોધ કરનારા બળો હંમેશાં હાજર હોય છે તેથી પદાર્થોની નિયમિત ગતિ યાલુ રાખવા માટે અવરોધ બળોનો સામનો કરવા બાહ્ય પરિબળો વે બળ લગાડવાની જરૂર પડે છે.
આ પરથી એરિસ્ટેટલની ભૂલ એ હતી કે વ્યવહારિક અનુભવને કુદરતના મૂળભૂત નિયમ તરીકે ગ્રહી લીધો.
$\theta $ કોણ ઢાળ પર $m$ દળના પદાર્થ પરના સંપર્કબળ $R$ નું મૂલ્ય કેટલું ?
એક ટેબલ પર એક-એક રૂપિયાના દસ સિક્કાઓ ઉપરાઉપરી મૂકેલ છે. દરેક સિક્કાનું દળ m છે. નીચેના કિસ્સાઓમાં બળનાં માન અને દિશા જણાવો :
$(a)$ નીચેથી ગણતાં $7$ મા સિક્કા પર તેનાથી ઉપરના બધા સિક્કાઓ વડે લાગતું બળ
$(b)$ આઠમા સિક્કા વડે $7$ મા સિક્કા પર લાગતું બળ
$(c)$ છઠ્ઠા સિક્કાનું $7$ મા સિક્કા પરનું પ્રતિક્રિયાબળ
લીસા સમક્ષિતિજ ટેબલ પર $l$ લંબાઈની દોરીનો એક છેડો $m$ દળના કણ સાથે અને બીજો છેડો એક નાની ખીલી સાથે જોડેલ છે. જો કણ $v$ ઝડપથી વર્તુળમય ગતિ કરે, તો કણ પરનું ચોખ્ખું (પરિણામી) બળ (કેન્દ્ર તરફની દિશામાં) કેટલું હશે તે નીચેનામાંથી પસંદ કરો :
$(i) \;T,$ $(ii)\; T-\frac{m v^{2}}{l},$ $(iii)\;T+\frac{m v^{2}}{l},$ $(iv) \;0$
$T$ દોરીમાંનું તણાવ છે.
$4 \,kg$ દળ નાં એક બ્લોકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ લીસી શિરોલંબ દિવાલની સામે બળ $F$ લગાડીને સ્થિર મુકેલો છે. તો લગાડવામાં આવતું બળ .......... $N$ છે? $\left(g=10 \,m / s ^2\right)$
એક સ્થિર પદાર્થ પર ઘણાં બધા બાહ્યબળો લાગે છે, તો તે પદાર્થ સ્થિર રહી શકે ?