- Home
- Standard 11
- Physics
પદાર્થની સ્થિર અવસ્થા અને નિયમિત વેગની અવસ્થા શાથી સમાન છે ?
Solution
ગતિ કરતા પદાર્થ પર લાગતાં ધર્ષણના લીધે ગતિનો વિરોધ થાય છે. જો આ ધર્ષણના વિરોધ કરતાં બળ જેટલું જ ગતિની દિશામાં બાહ્ય બળ લગાડવામાં આવે, તો પદાર્થ પરનું ચોખ્યું (પરિણમી) બળ શૂન્ય બને તેથી પદાર્થ નિયમિત વેગથી ગતિ ચાલુ રાખે છે.
પદાર્થની સ્થિર અવસ્થામાં તેના પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી.
આમ, પદાર્થની સ્થિર અવસ્થા અને નિયમિત ગતિની અવસ્થા બળને લાગેવળગે છે ત્યાં સુધી સમતુલ્ય છે કારણ કે બંને અવસ્થા પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય છે.
જે પદાર્થ પર યોખ્યું બાહ્ય બળ શૂન્ય હોય, તો સ્થિરિ પદાર્થ સ્થિર જ રહે છે અને ગતિમાન પદાર્થ નિયમિત વેગથી ગતિ ચાલુ રાળે છે. પદર્થના આ ગુણધર્મને જડત્વ કે છે.
આમ, જડત્વ એટલે "ફેરફારનો વિરોધ" અને જડત્વનું માપ એટલે દળ.
પદાર્થનું દળ વધુ તેનું જડત્વ વધુ અને ઓછા દળવાળા પદાર્થનું જડત્વ ઓછું.
પદાર્થ આપમેળે તેની સ્થિર અવસ્થા કે નિયમિત ગતિની અવસ્થા બદલતો નથી.