પેકેટમાં $20.23 \,g \pm 0.01 \,g$ નો ચાંદીનો પાવડર છે. $5.75 \,g \pm 0.01 \,g$ દળનો કેટલો પાવડર તેમાંથી લેવામાં આવે છે. બાકી બચેલા પાવડરનું દળ .......... હશે?
$14.48 \,g \pm 0.00 \,g$
$14.48 \pm 0.02 \,g$
$14.5 \,g \pm 0.1 \,g$
$14.5 \,g \pm 0.2 \,g$
એક પાતળો કોપરનો તાર કે જેની લંબાઇ $ l $ મીટર છે તેને $10^°C$ જેટલો ગરમ કરતા તેની લંબાઇમાં $2\% $ નો વધારો થાય છે જ્યારે $l $ મીટર લંબાઇના ચોરસ કોપરના ટુકડાને $ 10^°C $ ગરમ કરવામાં આવે ત્યારે ક્ષેત્રફળ માં થતો ફેરફાર ટકાવારી માં ........ $\%$ હોય.
નીચેનાં વિધાનો ખરા છે કે ખોટાં તે જણાવો :
$(a)$ કોઈ રાશિને એકમ હોઈ શકે તેમ છતાં પરિમાણરહિત હોય છે.
$(b)$ આઘાત અને ઊર્જા પ્રચલનના એકમ સમાન હોય.
$(c)$ માપન કરતાં સાધનની લઘુતમ માપશક્તિ જેટલી દરેક માપનમાં નિરપેક્ષ ત્રુટિ હોય.
દળના માપનમાં અને ઝડપના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે $3\%$ અને $2\%$ ની હોય,તો ગતિઊર્જામાં મહતમ પ્રતિશત ત્રુટિ ......... $\%$ થશે.
અવલોકનકાર દ્વારા નોંધવામાં આવતું પાણીનું પ્રારંભિક તાપમાન અને અંતિમ તાપમાન અનુક્રમે $ (40.6 \pm 0.2)^{\circ} C$ અને $(78.3 \pm 0.3) ^{\circ} C$ છે. યોગ્ય ત્રુટિ મર્યાદામાં તાપમાનનો વધારો ...મળે.
$(0.4 \pm 0.01)\,g$ નું દ્રવ્યમાન ધરાવતા એક નળાકાર તારની લંબાઈ $(8 \pm 0.04)\,cm$ અને ત્રિજ્યા $(6 \pm 0.03)\,mm$ છે. તેની ઘનતામાં મહત્તમ ત્રુટિ $........\%$ હશે.