બે એક સરખા કેપેસીટર સમાન કેપેસીટન્સ (સંધારકતા) ધરાવે છે. તેમાનાં એકને $V$ સ્થિતિમાન વડે અને બીજાને $2 V$ સ્થિતિમાન વડે વીજભારિત કરવામાં આવે છે. બંનેના ઋણ છેડાને જોડેલા છે જયારે તેમના ધન છેડાઓને પણ જોડવામાં આવે ત્યારે સંયુક્ત તંત્રની ઊર્જામાં થતો ઘટાડો______છે.
$\frac{1}{4} \mathrm{CV}^2$
$2 \mathrm{CV}^2$
$\frac{1}{2} \mathrm{CV}^2$
$\frac{3}{4} \mathrm{CV}^2$
$60\; pF$ કેપેસીટરને $20\; \mathrm{V}$ વડે સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે. પછી તેને $60 \;pF$ ના વિજભારરહિત કેપેસીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે.વિજભાર ફરીથી વિતરિત થાય તે દરમિયાન કેટલી ઉર્જાનો($nJ$ માં) વ્યય થયો હશે?
જો આપેલી આકૃતિમાં દર્શાવ્યા મુજબનાં કેપેસીટરોનો પ્રારંભીક ચાર્જ શૂન્ય હોય તો દર્શાવેલ બેટલી દ્વારા થતું કાર્ય ......... $mJ$ હશે.
વોલ્ટેજ પ્રાપ્તિસ્થાન $V$ સાથે $n$ કેપેસિટરને સમાંતર જોડેલ છે.આ તંત્રમાં કેટલી ઊર્જાનો સંગ્રહ થાય?
કેપેસિટરમાં ઊર્જા કેવી રીતે સંગ્રહ પામે છે ? અને કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જાનું સૂત્ર મેળવો.
$600\; pF$ નું એક કેપેસીટર $200\; V$ ના સપ્લાય વડે વિધુત્ભારિત કરવામાં આવે છે. પછી તેનું સપ્લાય સાથેનું જેડાણ દૂર કરવામાં આવે છે. અને બીજા વિધુતભારીત ણ હોય તેવા $600\; pF$ ના કેપેસીટર સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઉર્જા ગુમાવઈ હશે ?