કણે $t$ સમયમાં કાપેલું અંતર $x$ એ $x = {\left( {t + 5} \right)^{ - 1}}$ સૂત્ર મુજબ બદલાય છે. કણનો પ્રવેગ શેના સમપ્રમાણમાં હશે?
$($વેગ$)^{\frac{3}{2}}$
$($અંતર$)^2$
$($અંતર$)^{ - 2}$
$($વેગ$)^{\frac{2}{3}}$
સ્ટોપિંગ અંતર કઈ-કઈ બાબતો પર આધાર રાખે છે ?
એક પદાર્થ $x=0$ સ્થાને સ્થિર સ્થિતિમાં છે. તે $t=0$ સમયે ધન $x$ દિશામાં અચળ પ્રવેગી ગતિ શરૂ કરે છે. આ જ સમયે બીજો એક પદાર્થ પણ $x =0$ સ્થાનેથી ધન $x$ દિશામાં અચળ ઝડપથી ગતિ કરે છે. $t$ સમય પછી પ્રથમ પદાર્થનું સ્થાન $x _{1}(t)$ વડે તથા સમાન સમય અંતરાલ પછી બીજા પદાર્થનું સ્થાન $x _{2}(t)$ વડે અપાય છે. નીચેનામાંથી ક્યો આલેખ $\left( x _{1}- x _{2}\right)$ ને સમય $t$ ના વિધેય તરીકે સાચી રીતે દર્શાવે છે?
એક કણ પૂર્વ દિશા તરફ $5 \,m/s$ ના વેગથી ગતિ કરે છે.$10\,s$ માં તેનો વેગ બદલાઇને ઉત્તર દિશા તરફ $5\, m/s$ જેટલો થાય છે.આ સમયગાળામાં તેનો સરેરાશ પ્રવેગ કેટલો થાય?
કોઈ પણ સમયગાળા માટે પ્રવેગ $\to $ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ શું દર્શાવે છે ?
$50\;km/hr$ ની ઝડપથી જતી કાર બ્રેક માર્યા પછી $6\; m$ અંતર કાપ્યા પછી ઊભી રહે છે. જો $100 \;km/hr$ ની ઝડપથી જતી સમાન કાર માટે લઘુતમસ્ટોપિંગ ડિસ્ટન્સ ($m$ માં) કેટલું થાય?