એક પદાર્થના સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે.નીચેની ગતિ કેવા પ્રકારની હશે?
$\begin{array}{|c|c|c|c|c|} \hline t( s ) & 0 & 1 & 2 & 3 \\ \hline x ( m ) & -2 & 0 & 6 & 16 \\ \hline \end{array} $
નિયમિત ,પ્રવેગી
નિયમિત ,અપ્રવેગી
અનિયમિત ,પ્રવેગી
અનિયમિત ,અપ્રવેગી
પ્રવેગની વ્યાખ્યા અને સમજૂતી આપો.
સમય અને અંતર વચ્ચેનો સંબંધ $t = \alpha {x^2} + \beta x$ છે, જ્યાં $\alpha $ અને $\beta $ અચળાંકો છે. પ્રતિપ્રવેગ કેટલો થાય?
$60 \,km/h$ ઝડપે ગતિ કરતા વાહનને બ્રેક લગાવ્યા બાદ તે $20\, m$ જેટલું અંતર કાપીને ઊભું રહે છે.આ વાહન બમણી ઝડપથી (એટલે કે $120 \,km/h$ થી ) ગતિ કરતું હોય, તો વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ ($m$ માં) કેટલું થાય?
આકૃતિમાં કણની એક પારિમાણિક ગતિ માટે $x -t$ આલેખ દર્શાવેલ છે. આલેખ પરથી એમ કહેવું સાચું છે કે, $t < 0$ માટે કણ સુરેખ માર્ગે અને $t > 0$ માટે પરવલય માર્ગે ગતિ કરે છે ? જો ના, તો આ આલેખ માટે યોગ્ય ભૌતિક સંદર્ભનો અભિપ્રાય આપો.
$40 \,km/h$ ની ઝડપે જતી કારને બ્રેક લગાવ્યા બાદ તે ઓછામાં ઓછું $2\,m $ અંતર કાપીને સ્થિર થાય છે. જો તે જ કાર $80\,km/h$ ની ઝડપે ગતિ કરતી હોય, તો તેને માટે લઘુતમ સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલુ ($m$ માં) હશે?