$R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર સમાન ઝડપથી ગતિ કરતા એ કણને એક પૂર્ણ પરિભ્રમણ કરતા $T$ સમય લાગે છે. જો આ કણને આટલી જ ઝડપથી, સમક્ષિતિજ સાથે $'\theta'$ કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેના દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ $4R$ છે. પ્રક્ષિપ્ત કોણ $\theta$ $......$ વડે આપી શકાય.

  • [NEET 2021]
  • A

    $\theta=\cos ^{-1}\left(\frac{g T^{2}}{\pi^{2} R}\right)^{1 / 2}$

  • B

    $\theta=\cos ^{-1}\left(\frac{\pi^{2} R}{g T^{2}}\right)^{1 / 2}$

  • C

    $\theta=\sin ^{-1}\left(\frac{\pi^{2} R}{g T^{2}}\right)^{1 / 2}$

  • D

    $\theta=\sin ^{-1}\left(\frac{2 \mathrm{~g} T^{2}}{\pi^{2} R}\right)^{1 / 2}$

Similar Questions

ક્રિકેટ બોલને ખેલાડી દ્વારા $20\,m/s$ ની ઝડપે સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તેની ગતિ દરમિયાન બોલ દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ $........\,m$ છે. $\left( g =10\,m / s ^2\right)$

  • [NEET 2022]

એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા $12 \;cm$ છે તેમાં ફસાઈ જાય છે. તે ખાંચમાં એકધારી ગતિ કરે છે અને $100$ સેકન્ડમાં $7$ પરિભ્રમણ પૂરાં કરે છે. $(a)$ જંતુની કોણીય ઝડપ તથા રેખીય ઝડપ કેટલી હશે ? $(b)$ શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે ? તેનું માન કેટલું હશે ? :

પ્રક્ષિપ્ત પદાર્થની ગતિમાં આપણે હવાના અવરોધને અવગણીએ છીએ જેથી પરવલયાકાર ગતિપથ મળે છે. જો હવાના અવરોધને ગણતરીમાં લઈએ તો આ ગતિપથ કેવો મળશે ? અને તેનો ગતિપથ પણ દોરો. આવો ગતિપથ દર્શાવવા માટેનું કારણ આપો. 

સમાન અવધિ ધરાવતા બે પ્રક્ષિપ્તકોણે પદાર્થને ફેંકતા ઊંચાઇ $H_1$ અને $H_2$ મળે છે.તો અવધિ કેટલી થાય?

એક બોલને સમાન વેગ $u$ અને સમાન બિંદુથી જુદા જુદા ખૂણા પર ફેંકવામાં આવે છે. તે બંને કિસ્સાઓમાં સમાન અવધિ મળે છે. જો $y_1$ અને $y_2$ એ બે કિસ્સાઓમાં પ્રાપ્ત કરેલી ઊંચાઈ હોય, તો $y_1+y_2=$