પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થ જ્યારે તેની અવધિ કરતાં અડધું અંતર કાપે ત્યારે તે મહત્તમ ઊંચાઈએ હોય તે બિંદુએ સ્થાનાંતર વિરુધ્ધ સમયનો આલેખ કેવો મળે?
ઋણ ઢાળ અને શૂન્ય વક્રતા
શૂન્ય ઢાળ અને ધન વક્રતા
શૂન્ય ઢાળ અને ઋણ વક્રતા
ધન ઢાળ અને શૂન્ય વક્રતા
$500\, m/s$ ની ઝડપથી સમક્ષિતિજ દિશામાં ઉડતા પ્લેનમાંથી પદાર્થને પડતો મૂકતાં તે $10 \,sec$ માં જમીન પર આવે છે.પદાર્થ જમીન સાથે કેટલાના ખૂણે અથડાશે? $(g = 10\,\,m/{s^2})$
એક વ્યક્તિ ઊંચા મકાનની છત પર સમક્ષિતિજ દિશામાં દોડીને આ મકાનથી ઓછી ઊંચાઈવાળા મકાનની છત પર કૂદકો મારીને આવે છે. જો વ્યક્તિની ઝડપ $9 \,ms^{-1}$ હોય અને બંને મકાનો વચ્ચેનું સમક્ષિતિજ અંતર $10\, m$ હોય તથા બંને મકાનોની છતની ઊંચાઈનો તફાવત $9\, m$ હોય તો શું આ વ્યક્તિ એક છત પરથી બીજી છત પર કુદકો મારીને આવી શકશે ? $(g = 10 \,m/s^2 $ છે $)$
સમક્ષિતિજમાં ઉડતા વિમાન માથી એક બોમ્બ ફેંકવામાં આવે છે. તો બોમ્બ નો ગતિપથ શું હશે?
એક ટેબલ પરથી એક પદાર્થને $4 \,m/sec$ ના સમક્ષિતિજ વેગથી ફેંકતા તે જમીન પર $0.4\, sec$ એ આવે છે,તો નીચેનામાંથી શું સાચું છે .
કોઈ રાઇફલમાંથી છૂટેલી ગોળીની પ્રારંભિક ઝડપ $630\, m/s$ છે. લક્ષ્યની ક્ષિતિજ પર તેનાથી $700\, m$ દૂર લક્ષ્યના કેન્દ્ર પર રાઇફલને ફાયર કરવામાં આવે છે. લક્ષ્યને તાકવા માટે રાઈફલને લક્ષ્યના કેન્દ્રથી કેટલી ઉપર ($m$ માં) રાખવી જોઈએ? ($g=10 \;m/s^2$ લો)