એક સાર્વજનિક ચોરસ બાગ, $(100 \pm 0.2)\; m ^2$ નું ક્ષેત્રફળ ધરાવે છે. બાગની બાજુની લંબાઈ કેટલી હશે?
$(10 \pm 0.01)$
$(10 \pm 0.1)$
$(10 \pm 0.02)$
$(10 \pm 0.2)$
એક વૈજ્ઞાનિકે એક ચોકકસ ભૌતિક રાશિના પ્રયોગ કરીને $100$ અવલોકન લીધા. તે જ પ્રયોગ ફરીથી કરીને $ 400$ અવલોકન મેળવ્યા. આ પરથી ત્રુટિના મૂલ્ય વિશે શું કહી શકાય?
ત્રણ વિદ્યાર્થી $S_{1}, S_{2}$ અને $S_{3}$ એ સાદા લોલકની મદદથી ગુરુત્વપ્રવેગ $(g)$ માપવાનો પ્રયોગ કરે છે. તે જુદી જુદી લંબાઈના લોલક વડે જુદા જુદા દોલનોની સંખ્યા માટેનો સમય નોંધે છે. આ અવલોકનો નીચેના ટેબલમાં આપેલા છે.
વિદ્યાર્થીની સંખ્યા | લોલકની લંબાઈ $(cm)$ | દોલનોની સંખ્યા $(n)$ | દોલનો માટેનો કુલ સમય | આવર્તકાળ $(s)$ |
$1.$ | $64.0$ | $8$ | $128.0$ | $16.0$ |
$2.$ | $64.0$ | $4$ | $64.0$ | $16.0$ |
$3.$ | $20.0$ | $4$ | $36.0$ | $9.0$ |
(લંબાઇની લઘુતમ માપશક્તિ $=0.1 \,{m}$, સમયની લઘુતમ માપશક્તિ$=0.1\, {s}$ )
જો $E_{1}, E_{2}$ અને $E_{3}$ એ $g$ માં અનુક્રમે $1,2$ અને $3$ વિદ્યાર્થીની પ્રતિશત ત્રુટિ હોય, તો લઘુત્તમ પ્રતિશત ત્રુટિ કયા વિદ્યાર્થી દ્વારા મેળવાય હશે?
જો $x = a -b$ હોય તો $x$ માં પ્રતિશત ત્રુટિ કેટલી થાય?
નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ સમજાવો.
ગુણાકાર કે ભાગાકારની ક્રિયામાં ત્રુટિ અંગેનો નિયમ લખો.