રેડિયોએક્ટિવ પદાર્થની અક્ટિવિટી $80$ દિવસમાં શરૂઆતની અક્ટિવિટી કરતાં $\left(\frac{1}{16}\right)$ ગણી થાય છે. આ રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધઆયુષ્ય સમય કેટલો હશે?
$20$
$200$
$2$
$4$
ડયુટેરોન એ પ્રોટોન અને ન્યૂટ્રોનની બંધિત અવસ્થા છે જેની બંધનઊર્જા $B = 2.2\, MeV$ છે. હવે $E$ ઊર્જાવાળો $\gamma -$ ફોટોન તેના પર એવી રીતે આપાત કરવામાં આવે છે જેથી $p$ અને $n$ બંધિત અવસ્થામાંથી મુક્ત થઈને $\gamma -$ કિરણની દિશામાં ગતિ કરે. જો $E= B$ હોય તો દર્શાવો કે આ શક્ય નથી. આ શક્ય બને તે માટે $E$ નું મૂલ્ય, $B$ કરતાં ઓછામાં ઓછું કેટલું વધારે રાખવું પડશે, તેની ગણતરી કરો.
દ્રાવણમાં રેડિયોએક્ટિવ ${}_{27}^{60}Co$ છે જેની એક્ટિવિટી $0.8\,\mu Ci$ અને વિભંજન અચળાંક $\lambda $ છે, તેને એક પ્રાણીના શરીરમાં ઈંજેક્ટ કરવામાં આવે છે. ઈંજેકશનના $10$ કલાક પછી પ્રાણીના શરીરમાંથી $1 \,cm^3$ રુધિર લેવામાં આવે તો તેમાં વિભંજન દર $300$ વિભંજન પ્રતિ મિનિટ જોવા મળે છે. તો પ્રાણીના શરીરમાં લગભગ કેટલા લિટર રુધિર હશે?
($1\;Ci = 3.7 \times 10^{10}$ વિભંજન/સેકન્ડ અને $t = 10\, hrs$ સમયે ${e^{ - \lambda t}} = 0.84$)
બે રેડિયોએક્ટિવ તત્વો $A$ અને $B$ નો અર્ધ આયુષ્ય સમય $10\, minutes$ અને $20\, minutes$ છે.શરૂઆતમાં બંનેના ન્યુક્લિયસની સંખ્યા સમાન હોય તો $60$ $minutes$ પછી બંનેના ક્ષય પામેલા ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?
કોઈ ક્ષણે આપેલ રેડિયો એક્ટિવ નમૂનામાં $ N$ જેટલા એક્ટિવ ન્યુક્લિયસ છે. અને તેનો ક્ષય અચળાંક $\lambda$ હોય ત્યારે ક્યો સંબંધ ખોટો છે? (નોંધ : $\lambda$ ઘણો નાનો છે.)
રેડિયોએક્ટિવ તત્વ $X$ નો અર્ધઆયુ $50$ વર્ષ છે. તેનો ક્ષય થવાથી તે સ્થાયી તત્વ $Y$ માં રૂપાતરિત થાય છે. એક ખડકના નમૂનામાં આ બે તત્વો $X$ અને $Y$ એ $1: 15$ ના પ્રમાણમાં મળે છે. આ ખડકનું આયુષ્ય (વર્ષમાં) કેટલું હશે?