ખરબચડી ઢળતી સપાટી પર એક લંબચોરસ બોક્સ પડેલું છે. બોક્સ અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક μ છે. બોક્સનું દળ m લો, તો
(a) સમક્ષિતિજ સાથેના ઢાળના ક્યા ખૂણે (θ) બોક્સ સપાટી પર નીચે તરફ સરકવાનું શરૂ કરશે.
(b) જો ઢાળની સપાટીનો કોણ વધારીને α>θ કરીએ તો બોક્સ પર નીચે તરફ લાગતું બળ કેટલું ?
(c) બોક્સ સ્થિર રહે અથવા ઉપર તરફ નિયમિત ઝડપથી ગતિ શરૂ કરે તે માટે ઢાળની સપાટી ને સમાંતર ઉપર તરફ લગાડવું પડતું જરૂરી બળ કેટલું હશે ?
(d) બોક્સને a જેટલા પ્રવેગથી ઢાળ પર ઉપર તરફ ગતિ કરાવવા કેટલું બળ જરૂરી હશે ?
(a) નીચે મુજબની આકૃતિ વિચારો જેમાં બોક્સ અને સપાટી વચ્ચે ઉપર તરફ ધર્ષણ બળ લાગે છે.
બોક્સ નીયે તરફ સરકવાની શરૂઆત કરે ત્યારે
mgsinθ=f=μN
mgsinθ=μmgcosθ
∴μ=tanθ અથવા θ=tan−1(μ)
(b) જયારે ઢાળનો ખૂણો વધારીને α>θ કરીએે તો બોક્સ પર પરિણામી બળ, સમતલને સમાંતર નીચે તરફ મળે.
∴F1=mgsinα−f
=mgsinα−μN
=mgsinα−μmgcosα
∴F1=mg(sinα−μcosα)
(c) બોક્સને સ્થિર રાખવા કે અયળ ઝડપથી ઉપર તરફ ગતિ કરાવવા જરૂરી બળ F2 હોય તો ધર્ષણબળ નીયે તરફ ઢાળની સપાટ્ટીને સમાંતરે લાગે.
∴F2=mgsinα+f
=mgsinα+μN
∴F2=mg(sinα+μcosα)
(d) બોક્સને ઢાળ પર ઉપર તરફ a પ્રવેગથી ગતિ કરાવવા જરૂી બળ F3 હોય તો,
∴F3=mgsinα+f+ma
=mgsinα+μmgcosα+ma[∵f=μN=μmgcosα]
=mg(sinα+μcosα)+ma
∴F3=m[g(sinα+μcosα)+a]
બે સંપર્ક સપાટીઓ વચ્ચેનાં સ્થિત ધર્ષાણનું સીમાંત મૂલ્ય.... છે
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી
આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે P અને Q બ્લોક સ્પ્રિંગ થી જોડેલા છે બંને બ્લોક એક સાથે સરળ આવર્ત ગતિમાં A એમ્પ્લીટુડથી ગતિ કરે તો P અને Q વચ્ચેનું મહત્તમ ઘર્ષણબળ કેટલું હશે?
એક બ્લોકને એક ખરબચડી કોણીય (ઢોળાવવાળી) સપાટી પર સ્થિર છે. તો બ્લોક પર કેટલા બળો લાગી રહ્યાં છે?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, સમક્ષિતિજ સપાટી ઉપર રહેલ 10kg ના દળને સમક્ષિતિજ સાથે 30∘ ના કોણે F બળથી ખેંચવામાં આવે છે.μs=0.25 માટે,બળ F ના ........N મહતમ મૂલ્ય સુધી બ્લોક સ્થિર રહેશે.[g=10ms−2 આપેલ છે.]