$0.36\; m^2$ જેટલું આડછેદનું ક્ષેત્રફળ અને $0.1\; m$ જાડાઈ ધરાવતા પથ્થરની નીચેની સપાટી $100^{\circ} C$ તાપમાને વરાળ સાથે સંપર્કમાં છે. ઉપરની સપાટી $0^{\circ} C$ તાપમાને રહેલા બરફના સંપર્કમાં છે. એક કલાકમાં $4.8 \;kg$ બરફ પીગળે છે. આ પથ્થરની ઉષ્માવાહકતા ........ $J / m / s /{ }^{\circ} C$ હશે?
(આપેલ : બરફની ગલનગુપ્ત ઉષ્મા $=3.36 \times 10^5\; J kg ^{-1}$)
$1.2$
$1.29$
$1.24$
$2.05$
$0.5\,m$ લાંબા સળિયા પર તાપમાન પ્રચલનનું મૂલ્ય $80\,^oC/m$ છે. ગરમ છેડાનું તાપમાન $30\,^oC$ છે, તો ઠંડા છેડાનું તાપમાન કેટલું ?
સમાન આડછેદ નું ક્ષેત્રફળ, અને $M _{1}$ અને $M _{2}$ દળ ધરાવતા બે ધાત્વીય ચોસલાને એકબીજા સાથે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) જોડવામાં આવેલા છે. જો $M _{2}$ ની ઉષ્મીય વાહકતા $K$ હોય તો $M _{1}$ ઉષ્મીય વાહકતા ..........હશે.
[Assume steady state heat conduction]
સમાન દ્રવ્યના બનેલા બે સળિયામાંથી ઉષ્મા પસાર થાય છે. તેમના વ્યાસનો ગુણોત્તર $1:2$ અને લંબાઇનો ગુણોત્તર $2:1$ છે. જો તેમના બંને છેડાના તાપમાનનો તફાવત સમાન હોય, તો તેમાંથી પસાર થતી ઉષ્મા વહનના દરનો ગુણોત્તર કેટલો થાય?
સમાન જાડાઇ ધરાવતા બે બ્લોકની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $1:4$ છે. બંને બ્લોક સંપર્કમાં રાખવામાં આવે છે. પ્રથમ બ્લોકના મુકત છેડાનું તાપમાન $ 0^o C $ અને બીજા બ્લોકના મુકત છેડાનું તાપમાન $ {100^o}C $ છે. તો સંપર્ક સપાટીનું તાપમાન....... $^oC$
કોપર,મરકયુરી અને કાંચની ઉષ્માવાહકતા $K_c$,$ K_m$ અને $K_g$ છે. $( K_c > K_m > K_g)$ . એકમ સમયમાં એકમ આડછેદમાં એક સમાન ઉષ્માનું વહન થતું હોય તો તેમના તાપમાન પ્રચલન $(X_c, ,X_m , X_g )$ વચ્ચેનો સંબંઘ