$1\,kg$ દળ ધરાવતો એક નિયમિત ગોળો સમતલ સપાટી ઉપર સરક્યા સિવાય ગબડે છે. તેને $7 \times 10^{-3}\,J$ જેટલી ગતિઉર્જા છે. ગોળાના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ $...........\,cm s ^{-1}$ હશે.

  • [JEE MAIN 2023]
  • A

    $10$

  • B

    $9$

  • C

    $8$

  • D

    $7$

Similar Questions

$70\, kg$ નો એક માણસ બેઠેલી સ્થિતિમાથી હવામાં ઊભી છલાંગ લગાવે છે. કૂદકો મારીને પોતાને ઊંચકવા માટે તે  માટે માણસ જમીનને અચળ બળ $F$ થી ધકેલે છે. તે કૂદકો મારે તે પહેલા દ્રવ્યમાન કેન્દ્ર $0.5\, m$ જેટલું ઊંચકાય છે. કૂદકો માર્યા પછી દ્રવ્યમાન કેન્દ્ર વધુ $1\, m$ ઉપર જાય છે. તો સ્નાયુઓ દ્વારા આપવામાં આવેલ પાવર કેટલો હશે? ( $g\, = 10\, ms^{-2}$)

  • [JEE MAIN 2013]

$I_t$ જડત્વની ચાકમાત્રા ધરાવતી વર્તુળાકાર તકતી સમક્ષિતિજ સમતલમાં સંમિત અક્ષને અનુલક્ષીને $\omega_{i}$ જેટલી અચળ કોણીય ઝડપથી ગતિ કરે છે. બીજી $I _{b}$  જડત્વની ચાકમાત્રા ધરાવતી તકતી ભ્રમણ કરતી તકતીને સમઅક્ષ રીતે પાડવામાં આવે છે. શરૂઆતમાં બીજી તકતીની કોણીય ઝડપ શૂન્ય છે. આખરે બંને તકતી સમાન અચળ કોણીય ઝડપ $\omega_{f}$ સાથે ભ્રમણ કરે છે. શરૂઆતમાં ભ્રમણ કરતી તકતીના ઘર્ષણને કારણે વ્યય થતી ઊર્જા કેટલી હશે?

  • [AIPMT 2010]

જ્યારે એક ઓટોમોબાઇલ $1800$ પરિભમણ પ્રતિ મિનિટ થી ભ્રમણ કરતું હોય ત્યારે તે $100\ kW$ નો પાવર ઉત્પન્ન કરે છે તો તેમાં કેટલું ટોર્ક ($N-m$ માં) લાગતું હશે?

બે સમાન દ્રવ્યના પદાર્થો રિંગ અને ઘન નળાકાર એક ઢાળ પરથી સરક્યાં વિના ગબડે છે. ઢાળના તળિયે રિંગ અને નળાકારના દ્રવ્યમાનકેન્દ્રના વેગનો ગુણોત્તર $\frac{\sqrt{x}}{2}$ હોય, તો $x$ નું મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2021]

કણ નિયમિત વર્તૂળાકાર ગતિ $L$ જેટલા કોણીય વેગમાનથી કરે છે. જો તેની કોણીય આવૃત્તિ બમણી અને ગતિ ઊર્જા અડધી કરવામાં આવે ત્યારે નવું કોમીય વેગમાન કેટલું થશે ?

  • [AIEEE 2003]