- Home
- Standard 10
- Science
2. Acids, Bases and Salts
medium
શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે ?
Option A
Option B
Option C
Option D
Solution
નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરી શકતું નથી જયારે વરસાદનું પાણી વિદ્યુતવહન કરી શકે છે કારણ કે નિસ્યંદિત પાણી એ સંપૂર્ણપણે શુદ્ધ પાણી ગણાય છે. આથી તે કોઈપણ પ્રકારના આયનો ધરાવતું નથી. પરિણામે તે વિદ્યુતવહન કરી શકતું નથી.
જ્યારે વરસાદના પાણીમાં થોડીક માત્રામાં ઍસિડના સ્વરૂપમાં વિદ્યુતવિભાજય હાજર હોય છે. જેના વિયોજનથી તે વિદ્યુતનું વહન કરી શકે છે.
વરસાદના પાણીમાં આ પ્રકારના ઍસિડ એ ઍસિડિક ઑક્સાઇડ જેવા કે $SO_2$, $NO_2$ વગેરેની પાણી સાથેની પ્રક્રિયા દ્વારા ઉદ્ભવે છે અને અંતે તે વિયોજન દ્વારા આયનો મુક્ત કરે છે જે વિદ્યુતવહન માટે જવાબદાર છે.
Standard 10
Science