$V$ વેગથી જતી $m$ દળની ગોળી રેતી ભરેલ $M$ દળની થેલીમાં ધૂસીને સ્થિર થઇ જાય છે.જો થેલી $h$ ઊંચાઇ પર જતી હોય,તો ગોળીનો શરૂઆતનો વેગ કેટલો થાય?
$ \frac{{M + m}}{m}\sqrt {2gh} $
$ \frac{M}{m}\sqrt {2gh} $
$ \frac{m}{{M + m}}\sqrt {2gh} $
$ \frac{m}{M}\sqrt {2gh} $
$0.1 kg $ નો પદાર્થનો બળ વિરુધ્ધ સ્થાનાંતરનો આલેખ આપેલ છે.પદાર્થનો શરૂઆતનો વેગ $0 m/s $ હોય,તો $12m $ અંતર કાપ્યા પછી તેનો વેગ કેટલા .............. $m/s$ થાય?
હિલિયમ ભરેલ બલૂન ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ ઊંચે ચઢતાં તેની સ્થિતિઊર્જા વધે છે. જેમ-જેમ તે ઊંચે ચઢે તેમ-તેમ તેની ઝડપમાં પણ વધારો થાય છે. આ હકીકતનું યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમ સાથે કેવી રીતે સમાધાન (સમજૂતી) કરશો ? હવાની ચાનતા અસરને અવગણો અને હવાની ઘનતા અચળ ધારો.
નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(a)$ વીજળીનાં વપરાશમાં $1$ યુનિટ એટલે .......... જૂલ કાર્ય.
$(b)$ $10\, m$ ઊંચાઈ પરથી સખત જમીન પર પડતો પદાર્થ $20\,\%$ ઊર્જા ગુમાવે તો તે ............. ઊંચાઈ પ્રાપ્ત કરી શકે.
$(c)$ $a$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર એક આકર્ષણ બળની અસર હેઠળ $U = - \frac{k}{{2{r^2}}}$ જેટલી સ્થિતિ ઊર્જા ધરાવે છે તો તેની કુલ ઊર્જા $=$ .......
$(d)$ $1\,\mu \,gm$ દળનું ઊર્જામાં રૂપાંતર કરતાં ........ ઊર્જા મળે.
દળ $m$ અને $x$ લંબાઈવાળા ગોળા સાથેના એક સાદા લોલકને શિરોલંબ સાથે $\theta_1$ ખૂણો અને ત્યારબાદ $\theta_2$ ખૂણો રાખેલ છે. જ્યારે આ સ્થિતિઓમાંથી છોડવામાં આવે ત્યારે તે નિમ્નત્તમ બિંદૂએ ઝડપો અનુક્રમે $v_1$ અને $v_2$ પસાર કરે છે. તો $\frac{v_1}{v_2}=$ ...... હશે?
$0.2 kg$ દળનો એક દડો $5m$ ઉંચાઈ પર સ્થિર રહેલો છે. $0.01 kg$ દળની એક ગોળી $V m/s$ ના વેગથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરીને દડાના કેન્દ્ર આગળ અથડાય છે. સંઘાત પછી દડો અને ગોળી સ્વતંત્ર રીતે ગતિ કરે છે. થાંભલાના તળિયેથી આ દડો જમીન પર $20 m$ અંતરે અને ગોળી $100 m $ અંતરે અથડાય છે. ગોળીનો પ્રારંભિક વેગ $ V $ કેટલા.......$m/s$ હશે ?