$3\,cm$ ત્રિજ્યા ધરાવતો સાબુનો એક ગોળાકાર પરપોટો બીજા $6\,cm$ ત્રિજ્યા ધરાવતા એક મોટા સાબુના પરપોટાની અંદર રચાય છે. આ તંત્રમાં જો $3\,cm$ ધરાવતા નાના સાબુના પરપોટાની અંદરનું આંતરિક દબાણ બીજા કોઈ $r\,cm$ ત્રિજ્યા ઘરાવતા એક સાબુના પરપોટાનાં આંતરિક દબાણ જેટલું હોય, તો $r$ નું મૂલ્ય $.........$ હશે.
$4$
$6$
$8$
$2$
$1\,mm$ ત્રિજયા અને $70 \times {10^{ - 3}}\,N/m$ પૃષ્ઠતાણ ધરાવતા ટીપાંના અંદરના અને બહારના દબાણનો તફાવત ....... $N/{m^{ - 2}}$ થાય.
મશીન દ્વારા પરપોટા બનાવવામાં આવે છે. મશીન પરપોટાની ત્રિજયા સમયના સપ્રમાણમાં વધારતું હોય,તો પરપોટાનું અંદરનું દબાણ વિરુધ્ધ સમયનો આલેખ કેવો થાય?
બે પરપોટાની ત્રિજયા $3\,cm$ અને $4\,cm$ છે.શૂન્યઅવકાશમાં સમતાપીય સ્થિતિમાં ભેગા થઇને મોટો પરપોટો બનાવે,તો મોટા પરપોટાની ત્રિજયા ....... $cm$ થાય?
એક સાબુના પરપોટામાં અંદરનું દબાણ બીજા પરપોટાના અંદરના દબાણ કરતાં ત્રણ ગણું છે તો તેમના કદનો ગુણોત્તર કેટલો થાય?
પહેલા સાબુના પરપોટાનું અંદરનું દબાણ બીજાના અંદરના દબાણ કરતાં બમણું છે જો પહેલા સાબુના પરપોટાનું કદ બીજા સાબુના પરપોટાના કદ કરતાં $n$ ગણું છે.તો $n$ કેટલું હશે?