પાણીની ટાંકીના તળિયા થી એક પત્થર ને ઉપર તરફ શિરોલંબ દિશામાં પ્રક્ષેપિત કરવામાં આવે છે. પાણીના અવરોધને અવગણતા તે ઉપર તરફ અને નીચે તરફ સરખા સમયમાં જાય છે પરંતુ જો પાણીના ખેચાણની હાજરીમાં તેને ઉપર તરફ જતાં લાગતો સમય $t_{up}$ અને નીચે તરફ જતાં લાગતો સમય $t_{down}$ હોય તો તે બંને વચ્ચેનો સંબંધ શું થાય?
$t_{up} > t_{down}$
$t_{up} = t_{down}$
$t_{up} < t_{down}$
કઈ કહી શકાય નહિ.
પદાર્થ પ્રવાહીની સપાટી પર ક્યારે તરે છે ? તે સમજાવો ?
એક લાકડાનો બ્લોક તેનું $\frac{4}{5} th$ ભાગનું કદ પાણીમાં ડૂબાયેલું રહે તેમ તરી રહ્યું છે, પરંતુ તે માત્ર બીજા પ્રવાહીમાં તરે છે. પ્રવાહીની ઘનતા કેટલી છે ? (in $kg / m ^3$ )
$\sigma$ સાપેક્ષ ધનતા ધરાવતા એક ગોળાનો વ્યાસ $D$ છે અને તેને $d$ વ્યાસનો સમકેન્દ્રિય પોલાણ઼ (ખાડો) છે. જો તે ટેન્કમાંના પાણી પર તરી શકે તે માટે $\frac{\mathrm{D}}{\mathrm{d}}$ ગુણોત્તર ............ છે.
બરફની ઘનતા $0.9 \,g / cm ^3$ છે. તો પાણીની બહાર તરતા બરફનું ......... $\%$ કદ બહાર હશે ?
$5 \times 5 \times 5 \,cm ^3$ કદના સ્ટીલના બ્લોકનું પાણીમાં વજન કરવામાં આવે છે. જો સ્ટીલની સાપેક્ષ ઘનતા $7$ છે તો તેનું પરિણામી વજન .......... $gwt$ છે ?